ટોપ ન્યૂઝનેશનલ

મનીષ સિસોદિયાને HC માંથી પણ ઝટકો, જામીન અરજી ફગાવી

Text To Speech

નવી દિલ્હી, 21 મે : દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયાને હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેની જામીન અરજી ફગાવી દીધી છે. અરજીની સુનાવણી દરમિયાન દિલ્હી હાઈકોર્ટે 14 મેના રોજ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. હવે આ અંગે ચુકાદો આપવામાં આવ્યો છે.

સિસોદિયા પાર્ટીનું પાવર સેન્ટર

જસ્ટિસ સ્વર્ણકાંતા શર્માની કોર્ટે કહ્યું કે મનીષ સિસોદિયાએ પોતાની સત્તાનો દુરુપયોગ કર્યો અને એક્સાઇઝ પોલિસી તૈયાર કરવામાં જનતાનો વિશ્વાસ તોડ્યો હતો. સિસોદિયા ખૂબ જ પ્રભાવશાળી છે અને જો તેમને જામીન મળે તો તેઓ પુરાવા સાથે ચેડા કરી શકે છે. સિસોદિયા જામીન પર છૂટ્યા ત્યારે પુરાવા સાથે ચેડાં કરવાની શક્યતાને નજરઅંદાજ કરી શકાતી નથી, સાક્ષીઓને પ્રભાવિત કરવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. સિસોદિયા ડેપ્યુટી સીએમ હતા, તેમની પાસે 18 વિભાગ હતા, આ દર્શાવે છે કે તેઓ પ્રભાવશાળી હતા અને પાર્ટીના પાવર સેન્ટર હતા.

ED-CBI પાસે ઘણા પુરાવા છેઃ HC

હાઈકોર્ટે વધુમાં કહ્યું કે તેઓ AAPના વરિષ્ઠ નેતા છે, તેઓ દિલ્હી સરકારના કોરિડોરમાં પ્રભાવશાળી છે. દસ્તાવેજોની સપ્લાયમાં પ્રોસિક્યુશન દ્વારા કોઈ વિલંબ થયો ન હતો, ટ્રાયલ કોર્ટ દ્વારા કોઈ વિલંબ થયો ન હતો. ઈડી, સીબીઆઈમાં કોઈ દોષ નથી શોધી શકાતો કારણ કે તેમની પાસે ઘણા પુરાવા છે. સિસોદિયાએ પોલિસી પર સામાન્ય નાગરિકોના મંતવ્યો સામેલ કરવાને બદલે એક યોજના બનાવી. આ કેસમાં ભ્રષ્ટાચાર સિસોદિયાની એવી નીતિઓ ઘડવાની ઈચ્છાથી થયો હતો જેનાથી અમુક વ્યક્તિઓને ફાયદો થાય અને લાંચ મળે.

Back to top button