ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મનીષ સિસોદિયાએ એક અરજી પાછી ખેંચી, બીજી પર નિર્ણય 30 એપ્રિલે થશે

નવી દિલ્હી, 20 એપ્રિલ: એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં આરોપી ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાંથી વચગાળાના જામીન મેળવવાની અરજી પાછી ખેંચી લીધી છે. તેમણે ચૂંટણી પ્રચાર માટે વચગાળાના જામીન માંગ્યા હતા. આ ઉપરાંત કેસની સુનાવણી દરમિયાન CBIએ મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજીનો વિરોધ કર્યો છે. સીબીઆઈએ કહ્યું કે તેમને જામીન ન આપવા જોઈએ કારણ કે તે આ કેસમાં માસ્ટર માઈન્ડ છે. CBIએ કહ્યું કે જો સિસોદિયાને જામીન મળે તો તે આગળની તપાસ અને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે.

નિયમિત જામીન અંગેનો નિર્ણય 30 એપ્રિલ સુધી અનામત રાખ્યો

રાઉઝ એવન્યુ કોર્ટના વિશેષ ન્યાયાધીશ કાવેરી બાવેજાએ મનીષ સિસોદિયાની નિયમિત જામીન અરજી પર 30 એપ્રિલ સુધી ચુકાદો અનામત રાખ્યો છે. સુનાવણી દરમિયાન સિસોદિયા વતી હાજર રહેલા એડવોકેટ વિવેક જૈને કોર્ટને જણાવ્યું કે સિસોદિયાની નિયમિત જામીન અરજી પર કોર્ટ આજે પોતાનો નિર્ણય અનામત રાખશે તો, આવા સંજોગોમાં સિસોદિયાની વચગાળાની જામીન અરજી બિનઅસરકારક બની જશે.

બીજી તરફ, કોર્ટે કહ્યું કે, સિસોદિયાની વચગાળાની જામીન બિનપ્રભાવી બની ગઈ છે, સિસોદિયાએ તેમના વચગાળાની જામીન અરજી પાછી ખેંચી લીધી. એટલું જ નહીં, CBIના વકીલે સિસોદિયાના નિયમિત જામીન માટે દલીલ કરી હતી. જામીન માટે ટ્રિપલ ટેસ્ટને ટાંકીને તેમણે કહ્યું કે, સિસોદિયા જામીન આપવા માટેની શરતો પૂરી કરતા નથી. તે જામીનના સ્હેજ પણ હકદાર નથી. આ કેસમાં તેઓ મુખ્ય કર્તાધર્તા છે

જામીન આપવામાં આવશે તો સાક્ષીને પ્રભાવિત કરશે – CBI

CBIએ કહ્યું કે, સિસોદિયાને જામીન મળવાથી આગળની તપાસ અને તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. જો આ સમયે જામીન આપવામાં આવે તો ચોક્કસપણે તેમનો ઉદ્દેશ્ય પાર પડશે. અગાઉ પણ જામીન નામંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે પણ રાહત આપી નથી.

સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી 26 એપ્રિલ સુધી લંબાવી

ઉલ્લેખનીય છે કે, એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં કોર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડી 26 એપ્રિલ સુધી લંબાવી છે. EDએ સુનાવણી દરમિયાન સિસોદિયાને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા. આ ઉપરાંત, રાજ્યસભાના સભ્ય સંજય સિંહ જે હાલમાં જામીન પર છે, તે પણ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા હાજર થયા. સિસોદિયાએ 12 એપ્રિલે કોર્ટમાં વચગાળાની જામીન માંગી હતી, જેથી તેઓ આગામી ચૂંટણી માટે પ્રચાર કરી શકે. આ ઉપરાંત, કોર્ટે આરોપી ચેનપ્રીત સિંહને 23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધો. સુનાવણી દરમિયાન, EDના વકીલે કોર્ટને કહ્યું કે સિંહને વધુ ED કસ્ટડીની જરૂર નથી.

આ પણ વાંચો: મનીષ સિસોદિયાને મોટો ઝટકો, કોર્ટે ન્યાયિક કસ્ટડી 26 એપ્રિલ સુધી લંબાવી

Back to top button