ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

ગુજરાતમાં ચૂંટણી પ્રચાર કરતા રોકવા બદલ મનીષ સિસોદિયાની ધરપકડ થશે: AAPનો દાવો

Text To Speech

CBIએ દિલ્હીના કથિત એક્સાઈઝ પોલીસી મામલે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સમન્સ પાઠવ્યું છે. CBIએ મનીષ સિસોદિયાને આવતીકાલે એટલે કે, સોમવારે પૂછપરછ માટે બોલાવ્યા છે. CBIએ મનીષ સિસોદિયાની પૂછપરછ માટે પ્રશ્નોની યાદી તૈયાર કરી દીધી છે. મનીષ સિસોદિયા આવતીકાલે સવારે 11:00 વાગ્યે દિલ્હીમાં CBI ઓફિસમાં કેન્દ્રીય તપાસ એજન્સીના પ્રશ્નોનો સામનો કરશે. બીજી તરફ CBIના આ સમન્સ પર મનીષ સિસોદિયાની પ્રતિક્રિયા પણ આવી છે. મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને કહ્યું કે, મારા ઘરે 14 કલાક સુધી CBIના દરોડા પાડવામાં આવ્યા પરંતુ કંઈ ન મળ્યું. મારા બેંક લોકરની તલાશી લીધી તેમાં પણ કંઈ જ ન મળ્યું. તેમને મારા વતનમાં કંઈ નથી મળ્યુ. હવે તેઓએ મને આવતીકાલે સવારે 11:00 વાગ્યે CBI હેડક્વાર્ટરમાં બોલાવ્યો છે. હું જઈશ અને સંપૂર્ણ સહકાર આપીશ. સત્યમેવ જયતે.

 

સીબીઆઈ-ઈડીએ એક્સાઈઝ મમલે 500થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા

આમ આદમી પાર્ટીના નેતા સૌરભ ભારદ્વાજે કહ્યું કે, મનીષ સિસોદિયાને ગુજરાત ચૂંટણીમાં પ્રચાર કરતા રોકવા બદલ આવતીકાલે તેમની ધરપકડ કરવામાં આવશે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને આવતીકાલે સીબીઆઈએ બોલાવ્યા છે. મનીષ સિસોદિયાની ધરપકડને એક્સાઈઝ સાથે નહીં પરંતુ ગુજરાતની ચૂંટણી સાથે સંબંધ છે. તેમણે કહ્યું કે, સીબીઆઈ-ઈડીએ એક્સાઈઝ મમલે 500થી વધુ જગ્યાએ દરોડા પાડ્યા છે પરંતુ કંઈ મળ્યું નથી. ભાજપના ઈશારે જેટલા ‘આપ’ નેતાઓની ધરપકડ કરવામાં આવશે, એટલી જ આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત થશે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોંગ્રેસ ચૂપ નથી બેઠી, ચૂંટણી પ્રચાર માટે આ ખાસ રણનીતિ અપનાવી

દરોડા પાડ્યા પછી તેઓ ચૂપચાપ તેમના ઘરે જતા રહે છે

આમ આદમી પાર્ટીના મુખ્ય પ્રવક્તા સૌરભ ભારદ્વાજે પાર્ટી હેડક્વાર્ટર ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી. તેમણે કહ્યું કે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને ગઈકાલે સીબીઆઈ દ્વારા બોલાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારની એજન્સી CBI આવતીકાલે તેમની ધરપકડ કરશે. દિલ્હીની અંદર એક્સાઈઝમાં 10 હજાર કરોડનું કહેવાતું કૌભાંડ હોવાનો પાયાવિહોણો આરોપ લગાવાયો હતો. અત્યાર સુધીમાં CBI-EDએ ઓછામાં ઓછા 500 અલગ-અલગ સ્થળોએ દરોડા પાડ્યા છે. હવે સ્થિતિ એ છે કે દરોડા અંગેની સૂચના પણ મીડિયાને આપવામાં આવતી નથી. દરોડા પાડ્યા પછી તેઓ ચૂપચાપ તેમના ઘરે જતા રહે છે. મીડિયાને તેની જાણકારી આપતા નથી.

આ પણ વાંચો: ગુજરાતમાં કેજરીવાલે જીતની મહોર મારી, આટલી બેઠકો મળવા વિશે કર્યો ખુલાસો

ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છે છેઃ AAP નેતા

ધારાસભ્ય સૌરભ ભારદ્વાજે કહ્યું કે નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના ઘર સહિત સેંકડો સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા, પરંતુ 10 હજાર કરોડમાંથી શું મળ્યું? આ દરોડામાં પૈસા, બેનામી મિલકત સહિત કંઈ મળ્યું નથી. મનીષ સિસોદિયાના ઘર, ગામ, બેંક લોકરની તલાશી લેવામાં આવી હતી. પરંતુ સીબીઆઈને કંઈ મળ્યું નથી. ગુજરાતના લોકો પરિવર્તન ઈચ્છે છે. ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધો મુકાબલો છે. આવી સ્થિતિમાં ભાજપ ગભરાયેલી છે. તેની ચિંતા બધે જ દેખાય છે. ગુજરાત ચૂંટણી પ્રચારને લઈને નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાના આગામી એક મહિનાના કાર્યક્રમો નક્કી છે. મનીષ સિસોદિયાને ગુજરાતમાં પ્રચાર કરતા રોકવા બદલ આવતીકાલે તેમની ધરપકડ કરવામાં આવશે.

Back to top button