નેશનલ

મનિષ સિસોદિયા : સાહેબ, તમે મને જેલમાં રાખીને કષ્ટ પહોંચાડી શકો છે, પરંતુ મારા…

દિલ્હી દારૂ કૌભાંડમાં કથિત સંડોવણી બદલ ધરપકડ કરાયેલા મનિષ સિસોદિયાએ જેલમાંથી ભાજપ પર નિશાન સાધ્યું છે. PM મોદી પર પરોક્ષ પ્રહાર કરતાં દિલ્હીના ભૂતપૂર્વ ડેપ્યુટી CM અને AAPના વરિષ્ઠ નેતા મનિષ સિસોદિયાએ ટ્વીટ કરી કહ્યું “સાહેબ, તમે મને જેલમાં રાખીને કષ્ટ આપી શકો છો. પરંતુ મારા હિંમતને નહી તોડી શકો. અંગ્રેજોએ પણ સ્વાતંત્ર્ય સેનાનીને કષ્ટ આપ્યા હતા, પરંતુ તેમની હિંમત નહી તોડી શકે.”

ધરપકડ કરાયેલ AAPપાર્ટીના નેતાએ એ દિવસોને પણ યાદ કર્યા જ્યારે ભારતીય સ્વાતંત્ર્ય સેનાનીઓ બ્રિટિશરો દ્વારા પરેશાન હતા, તેમની વર્તમાન પરિસ્થિતિની ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ સાથે સરખામણી કરતા કહ્યું કે તેઓ (સ્વતંત્રતા સેનાનીઓ) મુશ્કેલીઓ છતાં અડગ રહ્યા.

આ પણ વાંચો : EDની ટીમ તિહાર જેલ પહોંચી, મનીષ સિસોદિયાની કરશે પૂછપરછ

CBIએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી

દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં લગભગ આઠ કલાકની પૂછપરછ બાદ 26 ફેબ્રુઆરીએ CBI દ્વારા મનિષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી. મનિષ સિસોદિયાની IPCની કલમ 120B (ગુનાહિત કાવતરું), 477A (છેતરવાનો ઈરાદો) અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7 હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

CBIએ કહ્યું કે મનિષ સિસોદિયાના જવાબો સંતોષકારક નથી અને તેઓ તપાસમાં સહકાર નથી આપી રહ્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હી દારૂ કૌભાંડમાં કેટલીક વિવાદાસ્પદ જોગવાઈઓ ઉમેરવામાં આવી હતી જે અગાઉના ડ્રાફ્ટનો ભાગ ન હતી. CBI દ્વારા જ્યારે તેના વિશે પૂછવામાં આવ્યું ત્યારે સિસોદિયા એ સમજાવવામાં નિષ્ફળ ગયા કે આ જોગવાઈઓને અંતિમ ડ્રાફ્ટમાં કેવી રીતે સામેલ કરવામાં આવી.

આ પણ વાંચો : મનીષ સિસોદિયાને માનસિક ત્રાસ અને કબૂલાતનામામાં સહી કરવા દબાણનો CBI ઉપર આરોપ

અધિકારીના નિવેદનના આધારે ધરપકડ

CBIએ પણ એક અધિકારીના નિવેદનના આધારે AAP નેતાની ધરપકડ કરવાનો નિર્ણય લીધો હતો. એક ટોચના અધિકારીએ આક્ષેપ કર્યો હતો કે મનિષ સિસોદિયાએ એક્સાઇઝ પોલિસીના મુસદ્દામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. 26 ફેબ્રુઆરીએ તેમની ધરપકડ પછી, સિસોદિયાને દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ દ્વારા પાંચ દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો, જે વધુ બે દિવસ માટે લંબાવવામાં આવ્યો હતો. 1 માર્ચના રોજ, ભ્રષ્ટાચારના આરોપોનો સામનો કરી રહેલા સિસોદિયા અને સત્યેન્દ્ર જૈને દિલ્હી CM અરવિંદ કેજરીવાલને તેમના રાજીનામા આપ્યા હતા.

આ પણ વાંચો : મનીષ સિસોદિયા : પિતા શિક્ષક, ગામમાં અભ્યાસ બાદ પત્રકાર, કેજરીવાલને મળ્યા અને પછી…

સુપ્રીમ કોર્ટે હસ્તક્ષેપ કરવાનો ઇનકાર કર્યા પછી સિસોદિયાએ નિયમિત જામીન માટે દિલ્હીની કોર્ટમાં પણ અરજી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, ‘અમે પ્રથમ કિસ્સામાં આવા મામલામાં દખલ કરવા માંગતા નથી. તમે તમારા તમામ મુદ્દાઓ હાઈકોર્ટ સમક્ષ મૂકી શકો છો.’

EDએ ગુરુવારે સિસોદિયાની ધરપકડ કરી હતી

તમને જણાવી દઈએ કે ED આ કેસમાં સમાંતર તપાસ પણ કરી રહી છે. તપાસ એજન્સીએ ગુરુવારે તેની છ કલાક પૂછપરછ કરી અને પછી તેની ધરપકડ કરી. EDએ આ જ કેસમાં મની-લોન્ડરિંગ (PMLA હેઠળ)ના આરોપસર તેની ધરપકડ કરી હતી અને શુક્રવારે 10 દિવસની કસ્ટડી માંગી હતી. આ પછી, દિલ્હીની એક કોર્ટે શુક્રવારે દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં મનિષ સિસોદિયાની 7 દિવસની કસ્ટડીને EDની મંજૂરી આપી હતી.

Back to top button