નેશનલ

મનિષ સિસોદિયાને જેલમાં કોઈ વિશેષ સુવિધાઓ નહીં, જાણો કેવો છે જેલવાસ

છેલ્લા કેટલાક સમયથી દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનિષ સિસોદિયા ઉપર એક્સાઈઝ કેસ અંતર્ગત CBI ચાલી રહી હતી અને ત્યારબાદ હાલમાં તિહાર જેલમાં મોકલવામાં આવ્યા છે. મનિષ સિસોદિયા 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં છે. જેલમાં તેના પર 24 કલાક CCTV દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. તેની સાથે બેરેકમાં હજુ સુધી કોઈ કેદી નથી.

દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનિષ સિસોદિયા એક્સાઈઝ કેસમાં જેલમાં છે. દિલ્હીની એક કોર્ટે સિસોદિયાને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. સિસોદિયાને સોમવારે (6 માર્ચ) તિહાર જેલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને જેલ નંબર 1ના વોર્ડ નંબર 9માં રાખવામાં આવ્યા છે. સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મનિષ સિસોદિયાને સિનીયર સિટીઝન સેલમાં રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો : મનીષ સિસોદિયા કેવી રીતે રહેશે તિહાર જેલમાં, જાણો- કેટલી વસ્તુઓ મળશે જેલમાં ?

મનિષ સિસોદિયા 24 કલાક CCTVની દેખરેખ હેઠળ રહેશે. તિહાર જેલના સૂત્રોએ જણાવ્યું કે હાલમાં મનિષ સિસોદિયાની સાથેની બેરેકમાં કોઈ કેદી નથી, પરંતુ આગામી દિવસોમાં એક કેદીને તેની સાથે રાખવામાં આવશે. મનિષ સિસોદિયા જેલ પહોંચ્યા બાદ પહેલા મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યો, જેનો રિપોર્ટ નોર્મલ આવ્યો હતો, ત્યારબાદ તે પોતાના સેલમાં ગયો હતો.

ડિનરમાં શું મળ્યું ?

મનિષ સિસોદિયાને જેલ સ્ટાફ દ્વારા સ્પર્શ કીટ આપવામાં આવી છે. આ કીટમાં દૈનિક જીવનની વસ્તુઓ જેવીકે ટૂથબ્રશ, ટૂથપેસ્ટ, સાબુ અને કેટલાક વાસણો જેવી વસ્તુઓ આપવામાં આવે છે. તિહારમાં કેદીઓનો  ડિનર સમય સાંજે 6.30 થી 7.30 સુધી હોય છે. મનિષ સિસોદિયાએ આ સમયે ભાષણ પણ કર્યું હતું. ડિનરમાં દાળ-ભાત,બટેટા-વટાણાનું શાક અને રોટલી હતી. સિસોદિયાને જેલમાં 2 ધાબળા અને બેડશીટ આપવામાં આવી છે.

આ પણ વાંચો : રાબડી દેવીની CBIની પૂછપરછ પર તેજસ્વીની પહેલી પ્રતિક્રિયા, BJP વિશે કહ્યું કંઈક આવુ

20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડી

મનિષ સિસોદિયાને સોમવારે સ્પેશિયલ જજ એમ.કે. નાગપાલ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. AAP નેતાને પહેલા પાંચ દિવસ અને બાદમાં બે દિવસ પૂછપરછ માટે CBI કસ્ટડીમાં લાવવામાં આવ્યા હતા. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ કોર્ટને કહ્યું કે AAP વરિષ્ઠ નેતા સિસોદિયાતેને હવે કસ્ટડીની જરૂર નથી.

CBI અને મનિષ સિસોદિયાના વકીલની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે તેને 20 માર્ચ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે CBIએ 26 ફેબ્રુઆરીએ મનિષ સિસોદિયાની 2021-22 માટે દારૂ પોલીસીની તૈયારી અને અમલીકરણમાં કથિત ભ્રષ્ટાચારના સંબંધમાં ધરપકડ કરી હતી, જોકે હવે આ પોલીસી રદ કરવામાં આવી છે.

Back to top button