જેલમાં બંધ મનીષ સિસોદિયાએ લખ્યો પત્ર, કહ્યું -જો ગરીબના બાળકો ભણશે તો ચોથી પાસ રાજા…..
દારૂ કૌભાંડના આરોપમાં જેલમાં બંધ આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કવિતા દ્વારા શિક્ષણનું મહત્વ વર્ણવતા તેમણે કેન્દ્ર પર નિશાન સાધ્યું હતું.
મનીષ સિસોદિયાએ લખ્યો પત્ર
દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા દારૂ કૌભાંડ કેસમાં CBIની ધરપકડ બાદથી તિહાર જેલમાં બંધ છે. દરમિયાન તેમનો એક સનસનાટીભર્યો પત્ર સામે આવ્યો છે, જે ખૂબ જ ચર્ચામાં છે અને તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મનીષ સિસોદિયાએ પોતાના લેટેસ્ટ પત્રમાં કેન્દ્રની મોદી સરકાર પર ખુલ્લેઆમ પ્રહારો કર્યા છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે જો જન કલ્યાણકારી અને લોક હિતકારી યોજનાઓ અમલમાં મુકાશે તો ચોથું પાસમાં રાજાનો મહેલ હચમચી જશે. જણાવી દઈએ કે, આ પહેલા સીએમ અરવિંદ કેજરીવાલે પણ ચોથું પાસ રાજાની વાર્તા સંભળાવી હતી.
जेल से मनीष जी का पत्र। pic.twitter.com/5FDvMGT5cF
— Arvind Kejriwal (@ArvindKejriwal) May 19, 2023
આ પણ વાંચો : ધીરેન્દ્ર શાસ્ત્રીને લઈને શંકરસિંહ વાઘેલાનું નિવેદન, કહ્યું-“ધર્મના નામે માર્કેટિંગ કરવાનું આ ભાજપનું આયોજન”
અરવિંદ કેજરીવાલે શેર કર્યો પત્ર
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આ પત્ર ટ્વિટર પર “જેલમાંથી રાષ્ટ્રને આપેલ મનીષ સિસોદિયાનો પત્ર” શીર્ષક સાથે શેર કર્યો . મનીષ સિસોદિયાનો આ પત્ર એવા સમયે સામે આવ્યો છે જ્યારે EDની ચાર્જશીટ પર સુનાવણી થવાની છે, જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રીને આરોપી બનાવવામાં આવ્યા છે. આવી સ્થિતિમાં જો સિસોદિયા વિરુદ્ધ ચુકાદો આવે છે તો કેજરીવાલ અગાઉથી જણાવવા તૈયાર હશે કે મોદી સરકાર તેમને ફસાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ પણ વાંચો : અરવલ્લીની મહિલાઓ માટે સખી મંડળ યોજના બની આશીર્વાદરુપ !