ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલપેરિસ ઓલિમ્પિક 2024મીડિયાસ્પોર્ટસ

મનીષ નરવાલે સિલ્વર પર સાધ્યું નિશાન, ભારત માટે જીત્યો ચોથો મેડલ

Text To Speech
  • પેરા શૂટર મનીષ નરવાલે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને ચોથો મેડલ જીતાડ્યો છે. મનીષે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1) કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં 234.9નો સ્કોર કર્યો હતો

પેરિસ, 30 ઓગસ્ટ: ભારતીય પેરા શૂટર મનીષ નરવાલે પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતને ચોથો મેડલ અપાવ્યો. મનીષે પુરુષોની 10 મીટર એર પિસ્તોલ (SH1) કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે ફાઇનલમાં 234.9નો સ્કોર કર્યો હતો. પેરિસ ઓલિમ્પિકનો બીજો દિવસ (30 ઓગસ્ટ) ભારત માટે અત્યાર સુધી શાનદાર રહ્યો છે. ભારતીય પેરા એથ્લેટ્સે એક દિવસમાં એક ગોલ્ડ સહિત કુલ 4 મેડલ જીત્યા છે.

આ પહેલા અવની લેખારાએ ટોક્યો બાદ પેરિસ પેરાલિમ્પિક્સમાં પણ મહિલાઓની 10 મીટર એર રાઈફલ (SH1) ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતની મોના અગ્રવાલને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. ત્રણ વર્ષ પહેલા ટોક્યોમાં ગોલ્ડ જીતનારી 22 વર્ષની અવનીએ 249.7નો સ્કોર કરીને પોતાનો જ જૂનો 249.6નો રેકોર્ડ તોડ્યો હતો. શોટ પુટ, પાવરલિફ્ટિંગ અને વ્હીલચેર વોલીબોલ બાદ બે વર્ષ પહેલા શૂટિંગમાં પ્રવેશ કરનાર મોનાએ 228.7ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ભારતના પેરાલિમ્પિક ઈતિહાસમાં પ્રથમ વખત બે શૂટરોએ એક જ ઈવેન્ટમાં મેડલ જીત્યા છે.

પ્રીતિ પાલે 100 મીટર રેસમાં મેડલ જીતીને રચ્યો ઈતિહાસ

પ્રીતિ પાલે મહિલાઓની 100 મીટર દોડમાં બ્રોન્ઝ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. તેણે મહિલાઓની 100 મીટર T35 કેટેગરીની રેસમાં મેડલ જીત્યો હતો. પ્રીતિ પેરાલિમ્પિક ગેમ્સની ટ્રેક ઈવેન્ટમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય એથ્લેટ બની ગઈ છે. તેણે T35 કેટેગરીની મહિલાઓની 100 મીટર રેસની ફાઇનલમાં 14.21 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. આ તેમનો અંગત શ્રેષ્ઠ સમય છે.

 

આ પણ વાંચો: પેરિસ પેરાલિમ્પિક્સમાં શૂટર અવનીએ રચ્યો ઇતિહાસ: ગોલ્ડ મેડલ કર્યો પોતાના નામે

Back to top button