ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Manipur Visit:”નફરત છોડો, મણિપુર જોડો”, રાહુલ ગાંધીએ રાજ્યની મુલાકાતનો વીડિયો કર્યો પોસ્ટ

મણિપુરમાં 2 મહિનાથી ચાલી રહેલી હિંસા વચ્ચે કોંગ્રેસના નેતાએ તાજેતરમાં પૂર્વોત્તરના રાજ્ય મણિપુરની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેઓ રાહત શિબિરોમાં ગયા અને હિંસાથી પ્રભાવિત લોકોને મળ્યા. હવે રાહુલ ગાંધીએ તેમની મુલાકાતનો વીડિયો શેર કર્યો છે. તેમણે મણિપુરના લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી અને તમામ પક્ષોને રાજ્યમાં સ્થિરતા અને શાતિ માટે વાતચીત કરવા પ્રોત્સાહિત કર્યા હતા.

RAHULMANIPUR2HDNEWS

 

રાહુલ ગાંધીએ કહ્યું, નફરત છોડો, મણિપુરને એક કરો. કોંગ્રેસ નેતાએ કહ્યું, મણિપુર 2 મહિનાથી સળગી રહ્યું છે. મણિપુરને શાંતિની જરૂર છે. હું મણિપુરના લોકોને અપીલ કરું છું કે શાંતિ જ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. હવે સમય આવી ગયો છે કે તમામ સમુદાયો વચ્ચે શાંતિ મંત્રણા થાય અને કાયમી ઉકેલ માટે ચર્ચા થવી જોઈએ.

રાહુલ ગાંધી 2 દિવસની મુલાકાતે ગયા હતા

રાહુલ ગાંધી ગયા મહિને 29 જૂને 2 દિવસની મુલાકાતે મણિપુર પહોંચ્યા હતા. પોલીસે રાહુલ ગાંધીના કાફલાને ઇમ્ફાલ એરપોર્ટથી થોડે આગળ જતાં બિષ્ણુપુર પાસે રોકી દીધો હતો, ત્યારબાદ હાઇવોલ્ટેજ ડ્રામા થયો હતો. આ અંગે કોંગ્રેસે પીએમ મોદી અને ભાજપ પર પ્રહારો કર્યા હતા. જોકે, પોલીસે આ અંગે કહ્યું હતું કે રાહુલ ગાંધીની સુરક્ષાને કારણે કાફલાને અટકાવવામાં આવ્યો હતો.

RAHULMANIPUR-HDNEWS

 

મુલાકાતના અંતે રાહુલ ગાંધીએ કહ્યું, મણિપુરમાં શાંતિની જરૂર છે. હું અહીં શાંતિ જોવા માંગુ છું. હું કેટલાક રાહત શિબિરોમાં ગયો હતો, તેમાં ઘણી ખામીઓ છે, સરકારે તેના પર કામ કરવું જોઈએ.

રાહુલ સિવિલ સોસાયટીના લોકોને પણ મળ્યા હતા

તેમની મુલાકાતના પ્રથમ દિવસે, રાહુલ ગાંધીએ હિંસાથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાંના એક ચુરચાંદપુરમાં રાહત શિબિરની મુલાકાત લીધી હતી. બીજા દિવસે, તેમણે બિષ્ણુપુર જિલ્લાના મોઇરાંગ ખાતે બે રાહત શિબિરની મુલાકાત લીધી. આ દરમિયાન તે હિંસા પીડિતોને મળ્યા અને તેમનું દર્દ જાણ્યું. રાહુલ ગાંધી મણિપુરમાં હિંસાને કારણે વિસ્થાપિત થયેલા બાળકોને પણ મળ્યા હતા. તેમની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ મણિપુરના સિવિલ સોસાયટીના સભ્યો સાથે પણ વાત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી.

આદિવાસીઓની રેલીને પગલે ઉત્તરપૂર્વીય રાજ્ય મણિપુરમાં 3 મેના રોજથી હિંસા ફાટી નીકળી હતી. રાજ્યની વર્ચસ્વ ધરાવતી મેઇતેઈ વસ્તી અને કુકી સમુદાય વચ્ચે ચાલી રહેલી હિંસામાં 100થી વધુ લોકોના મોત થયા છે. તે જ સમયે, લગભગ 40 હજાર લોકો વિસ્થાપિત થયા છે.

આ પણ વાંચો: AIMPLBને UCC મુદ્દે કોંગ્રેસનું સમર્થન, કહ્યું- જ્યાં મુસ્લિમ વસ્તી હશે ત્યાં શરિયા કોર્ટ ખોલવામાં આવશે

Back to top button