Manipur Violence: CM બિરેન સિંહ નહીં આપે રાજીનામું, કેમ બદલ્યો નિર્ણય?
મણિપુરના મુખ્યમંત્રી એન બિરેન સિંહે શુક્રવારે (30 જૂન, 2023) જાહેરાત કરી કે તેઓ મુખ્યમંત્રી પદેથી રાજીનામું નહીં આપે. અગાઉ એવી અટકળો હતી કે તેઓ મુખ્યમંત્રી પદ છોડી શકે છે, પરંતુ હવે તેમણે રાજીનામું નહીં આપવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન તેમના સમર્થકોએ પણ ભારે હંગામો મચાવ્યો હતો અને તેઓ તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
#WATCH | Manipur CM N Biren Singh outside his residence in Imphal. pic.twitter.com/1uqm0jafVE
— ANI (@ANI) June 30, 2023
#WATCH | Several women gathered near Manipur CM N Biren Singh's residence in Imphal to support the CM. pic.twitter.com/9WqcmCflRB
— ANI (@ANI) June 30, 2023
બિરેન સિંહ 20 ધારાસભ્યો સાથે રાજ્યપાલને મળવા જઈ રહ્યા હતા, પરંતુ તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં તેમના સમર્થનામાં એકઠા થઈ ગયા હતા, જેમણે તેમને ત્યાં જ રોક્યા હતા. આ પછી તેમણે સીએમ પદ પરથી રાજીનામું ન આપવાનો નિર્ણય કર્યો છે અને ભીડે તેમનું રાજીનામું પણ ફાડી નાખ્યું.
At this crucial juncture, I wish to clarify that I will not be resigning from the post of Chief Minister.
— N.Biren Singh (@NBirenSingh) June 30, 2023
એન બિરેન સિંહે સાંજે 4.15 વાગ્યે એક ટ્વિટ કર્યું અને લખ્યું – હું આ સમયે રાજીનામું આપવાનો નથી. એટલે કે બિરેન સિંહે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ મુખ્યમંત્રીની ખુરશી છોડવાના નથી.
આ પણ વાંચો: Manipur Violence : બેકાબૂ હિંસા વચ્ચે CM બિરેન સિંહ આજે આપી શકે છે રાજીનામું