ટોપ ન્યૂઝનેશનલ

મણિપુર હિંસા: અમેરિકન સિંગરે મણિપુર મુદ્દે પીએમ મોદીને કર્યું સમર્થન, જાણો શું કહ્યું?

મણિપુર હિંસા અંગે છેલ્લા ઘણા દિવસોથી વિપક્ષ કેન્દ્ર સરકાર પર પ્રહારો કરી રહ્યો છે. દરમિયાન ગુરુવારે પીએમએ મણિપુર હિંસા અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે ગુનેગારોને કડક સજા આપવાની સાથે રાજ્યમાં શાંતિ સ્થાપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન અમેરિકન સિંગર મેરી મિલબેનનું મોટુ નિવેદન સામે આવ્યું છે. અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી હંમેશા પૂર્વોત્તર રાજ્યો માટે લડશે.

અમેરિકન સિંગરે મણિપુર મુદ્દે પીએમ મોદીને કર્યું સમર્થન

અમેરિકન અભિનેત્રી અને ગાયિકા મેરી મિલબેને મણિપુર મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સમર્થન કર્યું છે. તેમણે કહ્યું કે પીએમ મોદી હંમેશા પૂર્વોત્તર રાજ્યો માટે લડશે. કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીના લોકસભામાં ભાષણ પછી તરત જ મેરી મિલબેને નિવેદન આપ્યું છે. તેણે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું કે ભારતને તેના નેતામાં વિશ્વાસ છે. તેમણે વિપક્ષ પર પણ નિશાન સાધતા કહ્યું કે વિપક્ષ કોઈપણ પુરાવા વગર જોર જોરથી સૂત્રોચ્ચાર કરી રહ્યો છે.

જાણો મેરી મિલબેને શું કહ્યું ?

મેરી મિલબેને ટ્વીટ કર્યું કે સત્ય એ છે કે ભારતને તેના નેતામાં વિશ્વાસ છે. ભારતના મણિપુરની માતાઓ, પુત્રીઓ અને મહિલાઓને ન્યાય મળશે. પીએમ મોદી હંમેશા તમારી આઝાદી માટે લડશે. તેમણે આગળ લખ્યું કે વિપક્ષના લોકો કોઈ પણ તથ્ય વિના જોર જોરથી બૂમો પાડે છે. સત્ય હંમેશા લોકોને મુક્ત કરશે. વિપક્ષ પર કટાક્ષ કરતા તેમણે લખ્યું, ‘સત્ય એ છે કે જે પક્ષ ભારતના સાંસ્કૃતિક વારસાનું અપમાન કરે છે, બાળકોને તેમના દેશના રાષ્ટ્રગીત ગાવાનો અધિકાર નકારે છે અને વિદેશમાં પોતાના દેશનું અપમાન કરે છે, તે નેતૃત્વ નથી, તે સિદ્ધાંતવિહીન છે.

આ પણ વાંચો : વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ નરેન્દ્ર મોદીનો સંસદમાં જવાબ, જાણો શું કહ્યું

PM મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન તેમની સાથે મુલાકાત

તમને જણાવી દઈએ કે આ વર્ષે જૂન મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસે હતા. ત્યારબાદ મેરી મિલબેન પીએમ મોદીને મળ્યા હતા. એટલું જ નહીં, તેમણે વોશિંગ્ટન ડીસીમાં રોનાલ્ડ રીગન બિલ્ડીંગમાં ભારતનું રાષ્ટ્રગીત ગાયા બાદ વડાપ્રધાન મોદીના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લીધા હતા.

PM મોદીએ સંસદમાં શું કહ્યું?

ગઈકાલે જ લોકસભામાં કોંગ્રેસ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસના મત પર બોલતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા હતા. મણિપુરમાં હિંસા વિશે વાત કરતા, તેમણે કહ્યું હતું કે મણિપુર તેમના હૃદયનો ટુકડો છે અને ખાતરી આપી હતી કે રાજ્યમાં શાંતિ પુનઃસ્થાપિત કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ ગંભીર ગુનાઓ આચરવામાં આવ્યા છે. આ અક્ષમ્ય છે. ગુનેગારોને સખત સજા મળે તે સુનિશ્ચિત કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારો સાથે મળીને કામ કરી રહી છે.

 આ પણ વાંચો : મચ્છુ હોનારતના આજે 44 વર્ષ પૂર્ણ: આજે પણ એ કાળાદિવસને યાદ કરતા કંપી ઉઠે છે લોકો, જાણો કેવી રીતે ઉંઘતું મોરબી તણાયુ

Back to top button