- મહિલા સુરક્ષાના મુદ્દે મૌન રેલી યોજનાર આમ આદમી પાર્ટીના નેતાઓ તથા કાર્યકર્તાઓની અટકાયત.
- અમદાવાદ અને વડોદરામાં આમ આદમી પાર્ટીના નેતા તથા કાર્યકર્તાઓની અટકાયત.
- ‘બેટી બચાવો બેટી પઢાઓ’ ના બમણા ફૂંકતી ભાજપ સરકાર મહિલાઓની સુરક્ષામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે: આપ
ગુજરાત: ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નાં નારા લગાવતી, આ સરકાર મહિલાઓની સુરક્ષા કરવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. ગુજરાત સહિત સમગ્ર ભારત દેશની મહિલાઓ મણીપુરમાં બનેલી ઘટનાથી એકદમ હચમચી ગઈ છે અને શોકમગ્ન બની ગઈ છે. મણીપુરમાં બનેલી મહિલા અત્યાચારની ઘટનાના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતના અલગ અલગ શહેરોમાં મૌન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મૌન રેલીનો ઉદ્દેશ એ જ હતો કે, સરકારનું ધ્યાન મણીપુર રાજ્ય તરફ જાય, મણીપુરમાં મહિલાઓ તથા ત્યાંના દરેક લોકોની સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવે અને મણીપુરમાં શાંતિ સ્થાપવામાં આવે.
અમદાવાદ ખાતે આજે મૌન રેલીમાં પ્રદેશ કાર્યકારી પ્રમુખ ડૉ. જ્વેલબેન વસરા, બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, ફ્રન્ટલ પ્રમુખ પ્રવીણભાઈ રામ, પ્રદેશ ખજાનચી કિરણભાઈ પટેલ સહિત પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત હતા. આ સિવાય વડોદરા ખાતે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહિલા પ્રમુખ રેશ્માબેન પટેલ, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા, પ્રદેશ ઉપાધ્યક્ષ અર્જુનભાઈ રાઠવા, પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઈ સંગાડા સહિત પદાધિકારીઓ તથા કાર્યકર્તાઓ આ મૌન રેલીમાં જોડાયા હતા. શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલી આ મૌન રેલીઓને પોલીસે બળજબરીપૂર્વક મૌન રેલીમાં હાજર રહેલા તમામ લોકોની અટકાયત કરી હતી.
આ પણ વાંચો: મણિનગર અકસ્માત સર્જનાર નબીરાઓના પોલીસે બોલાવ્યા મોર, જુઓ વીડિયો
હાજર રહેલા તમામ લોકોની અટકાયત બાદ APPએ શું કહ્યું?
નિર્દોસ લોકોની અટકાયત પર આમ આદમી પાર્ટીએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં કહ્યું, ‘ભાજપ સરકારના આવા કોઈપણ અત્યાચારી વલણથી ડરતી નથી આ પાર્ટી’. આમ આદમી પાર્ટી હંમેશા મહિલાઓની સુરક્ષાના મુદ્દાને ઉઠાવતી જ રહેશે અને જરૂર પડે સમગ્ર રાજ્યમાં વધુ ઉગ્ર આંદોલન પણ કરશે. એક સમાચારના અહેવાલ પ્રમાણે મણીપુરમાં 100 પોલીસ ફરિયાદમાં 33 ફરિયાદો મહિલાઓ પર કરવામાં આવેલ અત્યાચાર સંબંધિત છે. આનાથી આપણે સમજી શકીએ છીએ કે મણિપુરમાં મહિલાઓ કેટલી ગંભીર પરિસ્થિતિનો સામનો કરી રહી છે. આ મહિલાઓ માટે આમ આદમી પાર્ટીના ગુજરાત સંગઠને અવાજ ઉઠાવ્યો હતો પરંતુ સરકારે આ અવાજને દબાવવાની કોશિશ કરી છે. સરકારના આવા વલણની અમે સખત શબ્દોમાં નિંદા કરીએ છીએ.