મણિપુર હિંસા: 10 વિપક્ષી પાર્ટીઓનો PM મોદીને પત્ર; તેમના મૌન પર ઉઠાવ્યા પ્રશ્ન
નવી દિલ્હી: મણિપુરને લઈને કોંગ્રેસ સહિત કુલ 10 રાજકીય પાર્ટીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે જેમાં જાતિય હિંસાને ખત્મ કરવા માટે તેમની તત્કાલ હસ્તક્ષેપની માંગ કરી છે. રાજ્યમાં અત્યાર સુધી 110થી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે, લાખો રૂપિયાની સંપત્તિનું નુકશાન થયું છે અને હજારો લોકો વિસ્થાપિત થઈ છે.
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, 19 જૂને લખેલા પત્રમાં વિપક્ષી પાર્ટીઓએ મણિપુરમાં હિંસાને રોકવામા નિષ્ફળ રહેવા માટે કેન્દ્ર અને રાજ્યમાં ભાજપા સરકારની ભાગલા પાડો અને રાજ કરોની નીતિને જવાબદાર ઠેરવી હતી.
તેમણે મણિપુરના મુખ્યમંત્રી એન. બિરેન સિંહે વર્તમાન જાતિય હિંસા માટે જવાબદાર ઠેરવ્યા અને કહ્યું કે જો તેમને નિવારણ ઉપાય અને ઝડપી કાર્યવાહી કરતી હોત તો સંઘર્ષને ટાળી શકાયો હોત.
પત્રમાં માનનીય વડાપ્રધાનના મૌનને પણ ટીકા કરી અને કહ્યું કે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહની રાજ્યની યાત્રા છતાં શાંતિ સ્થાપિત કરવામાં કોઈ ફરક પડ્યો નથી.
તત્કાલ ફાયરિંગને બંધ કરવાના આહ્વાન કરવા વિપક્ષી પાર્ટીઓએ કહ્યું કે બધા સશસ્ત્ર સમૂહોને તરત જ નિરસ્ત કરવા જોઈએ અને પર્યાપ્ત સુરક્ષા ઉપાય કરવા જોઈએ.
પત્રમાં વધુમાં જણાવાયું છે કે, “SOO હેઠળ કુકી આતંકવાદીઓ દ્વારા ઓપરેશનને સ્થગિત કરવાના ગ્રાઉન્ડ નિયમોનું કડક પાલન સુનિશ્ચિત કરવું જોઈએ.” વિપક્ષી પાર્ટીઓએ કહ્યું કે તેઓ મણિપુરની એકતા અને ક્ષેત્રીય અખંડતા માટે ઉભા છે અને આવા પ્રકારની કુકી જનજાતિ સાથે સંબંધિત બે મંત્રીઓ સહિત દસ ધારાસભ્યો દ્વારા કુકી માટે અલગ પ્રશાસનની માંગની વિરૂદ્ધ છે.
આ પણ વાંચો- મોદીના યૂએસ પ્રવાસથી મળી શકે છે અમેરિકન MQ-9B ડ્રોન, જાણો શું છે તેમાં ખાસ
કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત 101.75 કરોડ રૂપિયાના રાહત પેકેજ પર પોતાની નિરાશા વ્યક્ત કરતા પાર્ટીઓએ રાજ્ય સરકારે ડેટા એકત્ર કરવાનો પ્રભાવિત લોકો માટે વધારે પુનર્વાસ અને પુનર્વાસ પેકેજની માંગ કરી.
તેમણે ઈમ્ફાલને દીમાપુર સાથે જોડતા નેશનલ હાઈવે નંબર 2ને પણ ખોલવાની હાકલ કરી હતી. મણિપુરની લાઈફલાઈન ગણાતા ઈમ્ફાલથી દીમાપુરને જોડતો નેશનલ હાઈવે નંબર 2ને 3 મેથી હાઈવે પર રહેતા કેટલાક કુકી સંગઠનો દ્વારા બ્લોક કરવામાં આવ્યો છે.
પત્રમાં જણાવાયું છે કે આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય ચીજવસ્તુઓની અવરજવર સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે તેમની ઉપલબ્ધતા અને ભાવમાં વધારો થયો છે.
પક્ષોએ રાજ્યમાં વિક્ષેપિત પરિસ્થિતિઓને કારણે ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓના ધસારાને રોકવા માટે મણિપુર-મ્યાનમાર સરહદ પર કડક તકેદારી રાખવાની પણ હાકલ કરી હતી.
કોંગ્રેસ ઉપરાંત, આ પત્ર પર JD(U), CPI, CPM, તૃણમૂલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક, નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી, શિવસેના (UBT), રિવોલ્યુશનરી સોશ્યલિસ્ટ પાર્ટી દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો- NCERT પુસ્તકોમાંથી ડાર્વિનની થિયરી હટાવવા પર શિક્ષણ મંત્રીએ શું કહ્યું?
રાજ્ય સરકારે ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાવ્યો
મણિપુર સરકારે તાત્કાલિક અસરથી 25 જૂન સુધી પાંચ દિવસ માટે ઈન્ટરનેટ પ્રતિબંધ લંબાવ્યો છે.
રાજ્યમાં ચાલી રહેલી અશાંતિને ધ્યાનમાં રાખીને 3 મેથી ડેટા સેવાઓ પર સતત પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા મંગળવારે જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં ઈન્ટરનેટ સેવાઓનું સસ્પેન્શન વધુ પાંચ દિવસ માટે એટલે કે 25 જૂનના રોજ બપોરે 3 વાગ્યા સુધી લંબાવવામાં આવશે.
રાજ્ય કમિશ્નર (ગૃહ) ટી. રણજીત સિંહ દ્વારા જારી કરવામાં આવેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરના પોલીસ મહાનિર્દેશકે 19 જૂનના રોજ લખેલા પત્રમાં જણાવ્યું છે કે હવે પણ ઘરો અને પરિસરમાં આગચંપી જેવી ઘટનાઓના અહેવાલો સામે આવી રહ્યા છે.
આદેશમાં વધુમાં જણાવાયું છે કે એવી આશંકા છે કે કેટલાક અસામાજિક તત્વો લોકોને ઉશ્કેરવા માટે ફોટોગ્રાફ્સ, દ્વેષપૂર્ણ ભાષણ અને અભદ્ર વિડિયો સંદેશાઓના પ્રસારણ માટે સોશિયલ મીડિયાનો વ્યાપક ઉપયોગ કરી શકે છે, જે રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર નકારાત્મક અસરો થઈ શકે છે.
આદેશમાં જણાવાયું છે કે, ‘મોબાઇલ ફોન વગેરે પર વોટ્સએપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, બલ્ક એસએમએસ વગેરે જેવા વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા નકલી માહિતી અને ખોટી અફવાઓને ફેલાતા અટકાવીને જાહેર હિતમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા પર્યાપ્ત પગલાં લેવા હજુ પણ જરૂરી છે.’
આ પહેલા પણ મણિપુર હાઈકોર્ટે એક વચગાળાના આદેશમાં મંગળવારે (20 જૂન) રાજ્ય સત્તાવાળાઓને આદેશ આપ્યો હતો કે તેઓ તેમના નિયંત્રણ હેઠળના અમુક નિયુક્ત સ્થળોએ લોકોને મર્યાદિત ઇન્ટરનેટ સેવા પ્રદાન કરે.
આ પણ વાંચો- PM નરેન્દ્ર મોદીની મુલાકાતની સાથે જ એલન મસ્કને 10 બિલિયન ડોલરનો થયો ફાયદો