ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

હિંસાની માર: ડરમાં લોકો છોડી રહ્યાં છે ઘર-બાર; મણિપુર પછી મિઝોરમમાં પણ હાઇ એલર્ટ

ઈમ્ફાલ: મણિપુરમાં કૂકી સમુદાયની બે મહિલાઓ સાથે બર્બરતા પછી સ્થિતિ પહેલાથી વધારે તણાવપૂર્ણ થઈ ગઈ છે. આ ઘટના પછી કૂકી અને મૈતેઇ બંને સમુદાય વચ્ચે નફરતી આગમાં ભડકો થયો છે.

રાજ્યમાં હિંસાની આગમાં ભભૂકી રહ્યું છે. જેથી પડોશી રાજ્યમાં પણ ડરનો માહોલ બની ગયે છે. તાજા મામલો મિઝોરમનો છે, જ્યાં રહી રહેલા મૈતેઈ સમુદાયના લોકો ભાગવા માટે મજબૂર થઈ ગયા છે. લોકો પોત-પોતાના ઘર-બાર છોડીને પોતાનો અને પરિવારનો જીવ બચાવવાની કોશિશમાં લાગી ગયા છે.

મિઝોરમના ઉગ્રવાદી સંગઠનોએ મૈતેઇ લોકોને રાજ્ય છોડીને જવા માટે ધમકી આપી દીધી છે. તે પછી મિઝોરમમાં પણ હાઈ એલર્ટ છે. રવિવારે 78 અને શનિવારે 65 લોકો મિઝોરમથી મણિપુર પરત ફર્યા હતા. તે ઉપરાંત મૈતેઇ સમુદાયના 41 લોકો અસમના છદાર જિલ્લામાં પહોંચ્યા હતા.

ઉલ્લેખનિય છે કે, મણિપુરમાં મહિલાઓને નગ્ન કરીને તેમને ગામ આખામાં ફેરવવામાં આવી હતી. તે ઉપરાંત તેમના સાથે ટોળામાંથી અનેક લોકોએ રેપ કર્યો હતો. કૂકી મહિલાઓ પર મૈતેઇ દ્વારા કરવામાં આવેલા જઘન્ય અપરાધના કારણે આસ-પાસના રાજ્યોમાં પણ મૈતેઇ લોકોને લઈને રોષ ઉભો થયો છે. તેથી મણિપુર સિવાય અન્ય રાજ્યોમાં રહી રહેલા મૈતેઇ લોકો પોતાના ઘર-બાર છોડીને પરત મણિપુર અથવા કોઈ સુરક્ષિત સ્થળે જવા માટે મજબૂર બન્યા છે.

આ પણ વાંચો- તથ્યની ફ્રેન્ડ માલવિકાએ ઇન્સ્ટા ID કર્યું ડિલીટ, શું એકાઉન્ટમાં હતા તથ્યના કારનામાંના પુરાવા ?

સ્વભાવિક છે કે, મણિપુર આખું હિંસાની આગમાં સળગી રહ્યું છે, તે છતાં મૈતેઇ સમુદાયના લોકોને પરત મણિપુરમાં આવવું પડી રહ્યું છે. તો બીજી તરફ કૂકી સમુદાયમાં પણ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રતિદિવસ મણિપુરથી વિભિન્ન હિંસાઓના સમાચાર સતત સામે આવી રહ્યાં છે પરંતુ કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકાર તરફથી પૂરતા પ્રમાણમાં પગલાં ભરવામાં આવી રહ્યાં નથી.

હવે મણિપુરના BJPના જ એક ધારાસભ્યએ આ રમખાણોને લઈને મણિપુરની BJP સરકાર પર આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે, આ રમખાણોમાં રાજ્ય સરકારની પણ સંડોવણી છે, જો રાજ્યની સંડોવણી ન હોય તો આટલા સમયથી ચાલી આવતી હિંસાને રોકી લેવાઈ હોત.

મણિપુરના BJPના ધારાસભ્ય પાઓલીનલાલ હાઓકિપે ઈન્ડિયા ટુડેમાં લખેલા એક રિપોર્ટમાં આક્ષેપો કર્યા છે. ઉલ્લેખનિય છે કે, મણિપુરના સીએમ એન. બીરેન મૈતેઇ સમુદાયમાંથી આવતા હોવાથી હિંસા પછી સતત તેમના પર હિંસા રોકવા માટે યોગ્ય પગલા ન ભરવાને લઈને આરોપો લગાવવામાં આવી રહ્યાં છે.

નોંધનિય છે કે, મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 160થી વધારે લોકોના મોત થઇ ગયા છે. તો બીજી તરફ 50 હજારથી લોકો કેમ્પમાં રહી રહ્યાં છે. મણિપુરમાં જીવન ખુબ જ અઘરૂ બની ગયું છે. માત્રને માત્ર જીવિત રહેવા માટે લોકો ડરમાં દિવસ પસાર કરી રહ્યાં છે અને સરકાર હિંસાને ડામવા માટે નક્કર પગલા ભરે તેની રાહ જોઇ રહ્યાં છે.

આ પણ વાંચો- 7 કરોડ લોકો માટે સારા સમાચાર; કેન્દ્ર સરકારે કરી PF પર વ્યાજ વધારવાની જાહેરાત

Back to top button