ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિપુરમાં મોતનું તાંડવ: 1000 લોકોના ટોળાએ પોલીસ પાસેથી જ મહિલાઓને ખેંચી લીધી અને પછી…

ઈમ્ફાલ (મણિપુર હિંસા): મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં સરકારી આંકડા અનુસાર 150થી વધારે લોકોના મોત થયાના સમાચાર છે. જોકે, સરકારી આંકડાઓથી વધારે લોકોના મોત થયાના રિપોર્ટ પણ સામે આવી રહ્યાં છે. તેવામાં પાછલા દિવસોમાં મહિલાઓ સાથે થયેલી જઘન્ય ઘટનાએ દેશનું માથું શરમથી નીચે ઝૂકાવી દીધું છે.

કૂકી મહિલાઓ સાથે જઘન્ય કેસમાં પોલીસે 21 જૂને એફઆઈઆર નોંધી હતી. જે ફરિયાદ નોંધવામાં આવી છે, તે અનુસાર 4 મેની બપોરે લગભગ 3 વાગે 800-1000 લોકો બી. ફેનોમ ગામમાં ઘૂસી આવ્યા હતા. તેમને ગામમાં તોડ-ફોડ કરીને સંપત્તિઓ લૂટ્યા પછી ઘરોને આગ લગાવી દીધી હતી. આ દરમિયાન પાંચ લોકો પોતાને બચાવવા માટે જંગલમાં ભાગી ગયા હતા. આમાં બે પુરૂષ અને ત્રણ મહિલાઓ સામેલ હતી. તેમાં 56 વર્ષિય એક વ્યક્તિ તેનો 19 વર્ષનો પુત્ર અને 21 વર્ષની પુત્રી ઉપરાંત 42 વર્ષ અને 52 વર્ષની બે મહિલાઓ સામેલ હતી. પાછળથી પોલીસે તેમને જંગલથી રેસ્ક્યૂ કરી લીધા હતા.

ટોળાએ કર્યુંં મોતનું તાંડવ

પોલીસ જ્યારે તેમને પોતાની સાથે લઈને જઇ રહી હતી, ત્યારે નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનથી બે કિલોમીટર દૂર ટૂબૂ પાસે ટોળાએ તેમને રોકી લીધા હતા. આ દરમિયાન ટોળાએ પોલીસ પાસેથી તે તમામ લોકોને પોતાના કબ્જામાં લઈ લીધા હતા. પોલીસની હાજરીમાં જ મોતનો તાંડવ શરૂ થઈ ગયો હતો. બેરહેમ ટોળાએ સૌથી પહેલા 56 વર્ષના એક વ્યક્તિની હત્યા કરી દીધી હતી.

આ પણ વાંચો-મણિપુરમાં મહિલાઓને નિર્વસ્ત્ર ફેરવવાનો વીડિયો વાયરલ, CM બીરેન સિંહનું ચોંકાવનારૂ નિવેદન

તે હત્યા પછી પણ ટોળાની હેવાનિયત વધી ગઈ હતી. ત્રણ મહિલાઓના કપડા ઉતરાવી દીધા હતા. તે પછી ટોળામાંથી જ કેટલાક લોકોએ 21 વર્ષિય યુવતી સાથે ગેંગરેપ કર્યો હતો. યુવતીના નાના ભાઈએ જ્યારે આનો વિરોધ કર્યો તો ટોળાએ તેની પણ હત્યા કરી દીધી હતી. આ વચ્ચે એક મહિલા ભાગવામાં સફળ થઈ ગઈ હતી. જોકે, ટોળાએ બચેલી બંને મહિલાઓને નિવસ્ત્ર કરીને રસ્તાઓ ઉપર ફેરવી અને એક ખેતરમાં જઈને છોડી દીધી હતી.

મહિલા નિર્વસ્ત્ર પરેડ- હમ દેખેગે ન્યૂઝ
મણિપુર હિંસા: મહિલા નિર્વસ્ત્ર પરેડ- હમ દેખેગે ન્યૂઝ

આ પણ વાંચો-આજે દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળો, 70 હજારથી યુવાનોને મળશે લાભ

મણિપુરમાં મહિલાઓને નિર્વસ્ત્ર કરીને રસ્તાઓ પર ફેરવવાની ઘટના પછી ત્યાં સ્થિતિ વધારે તણાવપૂર્ણ થઇ ગઇ છે. આ ઘટનાને લઈને શનિવારે મહિલાઓએ ઈમ્ફાલના ગોરી વિસ્તારમાં હિંસાત્મક પ્રદર્શન કરવામાં આવ્યા હતા. પ્રદર્શન વખતે ટાયર સળગાવીને આગચંપીની કોશિશ કરી હતી.  પોલીસ સાથે પણ ઝપાઝપી થઈ હતી.

વિસ્તારમાં પોલીસ અને આર્મી માર્ચ કરી રહી છે. એક દિવસ પહેલા પણ આ ઘટનાના વિરોધમાં લોકો રસ્તાઓ ઉપર ઉતરી આવ્યા હતા. જોકે, પોલીસે સ્થિતિને સામાન્ય કરવા માટે પ્રદર્શનકારીઓને વેર-વિખેર કરી દીધા હતા. હિંસાને રોકવા અને સ્થિતિને થાળે પાડવા માટે આ વિસ્તારમાં ચોવીસ કલાક પોલીસ અને આર્મી માર્ચ કરી રહી છે. એક દિવસ પહેલા પણ આ ઘટનાને લઈને વિરોધમાં લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા. તે ઉપરાંત ગુસ્સે થયેલા ટોળાએ પણ શુક્રવારે એક આરોપીનું ઘર સળગાવી દીધું હતું.

તો બીજી તરફ મહિલાઓને નિર્વસ્ત્ર પરેડ કરનારાઓમાંથી વધુ એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી લીધી છે. જાણકારી અનુસાર મહિલાઓ સાથે થયેલા જઘન્ય અપરાધનો વીડિયો 19 જૂલાઇએ સામે આવ્યો હતો. તેના 24 કલાકની અંદર પોલીસે આરોપી હુઇરેમ હેરાદાસ, અરૂણ સિંહ, જીવન ઈલાંગબામ અને તોમ્બા સિંહની ધરપકડ કરી લીધી હતી. હવે પોલીસે શનિવારે પાંચમા આરોપી નોંગપોક સેકમાઈ અવાંગ લીકાઈનો રહેવાસી યુમલેમ્બમ નુંગસિથોઈ મેટેઈ (19 વર્ષ)ની ધરપકડ કરી લીધી છે.

 

પોલીસ અનુસાર, વાયરલ વીડિયોની મદદથી બાકી આરોપીઓની ઓળખ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. મણિપુર પોલીસ અને કેન્દ્રીય દળોની 12 સંયુક્ત ટીમો દ્વારા વધુ 12 શકાસ્પદોની ધરપકડ કરવા માટે શોધ અભિયાન ચલાવી રહી છે.

આ પણ વાંચો-આખા દેશમાં મેઘતાંડવ, ક્યાંક વાદળ ફાટ્યું તો ક્યાંક પુરે વિનાશ વેર્યું

મૈતેઈ લોકોને મિઝોરમ છોડવાની ધમકી

મિઝોરમમાં પણ મહિલાઓ સાથે હિચકારી ઘટનાને લઈને ભારે આક્રોશ છે. આ વચ્ચે પૂર્વ ઉગ્રવાદીઓના એક સંગઠને કહ્યું છે કે, આ ઘટનામાં મિઝો યુવાઓમાં ખુબ જ આક્રોશ છે. એવામાં સારૂ થશે કે મણિપુરથી આવેલા મૈતેઇ લોકો રાજ્ય છોડીને પરત ચાલ્યા જાય. તો આ કેસમાં અત્યાર સુધીમાં પાંચ લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે.

પીસ એકોર્ડ એમએનએફ રિટર્નીઝ એસોસિએશન (પીએએમઆરએ)એ કહ્યું, મિઝોરમમાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. મણિપુરમાં ઉપદ્રવીઓ દ્વારા કરેલા બર્બર અને જઘન્ય કૃત્યોના કારણે મણિપુરના મૈતેઈ લોકોનું મિઝોરમમાં રહેવું હવે સુરક્ષિત નથી. સંગઠને અપીલ કરી છે કે તે સુરક્ષા ઉપાયોના રૂપમાં પોતાના ગૃહ રાજ્યમાં જતું રહેવું જોઈએ. મિઝો યુવાઓમાં ગુસ્સો છે, જે મણિપુરમાં જો અથવા કુકી જાતિના લોકોના વિરૂદ્ધ નૃશંસ કૃત્યથી ખુબ જ દુ:ખી છે.

સંગઠને ચેતવણી આપી છે કે જો મૈતેઈ અપીલને નજરઅંદાજ કરે છે અને પોતાની સુરક્ષા માટે નિષ્ફળ રહે છે તો કોઈપણ સ્થિતિ માટે તેઓ પોતે જ જવાબદાર રહેશે. સંગઠનના મહાસચિવ સી લાલથેનલોવાએ કહ્યું કે, આ સુરક્ષા માટે એક સામાન્ય અપીલ હતી. આને આદેશ કે ચેતવણી માનવામાં આવવી જોઇએ નહીં.

આ પણ વાંચો- ઓડિશાના બાલાસોરમાં ટ્રેન દુર્ઘટના પાછળનું કારણ હવે આવ્યું સામે, જાણો અહીં

Back to top button