ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં મણિનગર રેલવે ક્રોસિંગ 13 દિવસ માટે બંધ, જાણો વૈકલ્પિક રૂટ

Text To Speech
  • રેલવે બાદ હવે બુલેટ ટ્રેનની કામગીરીના લીધે ક્રોસિંગ બંધ
  • ઝઘડિયા બ્રિજ અને ગુરુજી બ્રિજ પર ડાયવર્ઝન
  • મણિનગર રેલવે ક્રોસિંગ 5 ફેબ્રુઆરી સુધી બંધ

અમદાવાદમાં મણિનગર રેલવે ક્રોસિંગ 13 દિવસ માટે બંધ કરવામાં આવશે. જેમ રેલવે બાદ હવે બુલેટ ટ્રેનની કામગીરીના લીધે ક્રોસિંગ બંધ કરાશે. ત્યારે ઝઘડિયા બ્રિજ અને ગુરુજી બ્રિજ પર ડાયવર્ઝન કરવામાં આવ્યું છે. તેમજ મણિનગર રેલવે ક્રોસિંગ 5 ફેબ્રુઆરી સુધી બંધ રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં બે મહિનામાં સ્વાઈન ફલૂના નવા કેસનો આંકડો જાણી રહેશો દંગ 

ટ્રાફિક ડિવિઝન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

બુલેટ ટ્રેન પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદના સાબરમતીથી વટવા સુધી સેગમેન્ટ અને પાઇલોટિંગ લગાવવાની કામગીરી અંતર્ગત મણિનગર રેલવે ક્રોસિંગ ફાટક પાસે ટ્રેકના કામકાજને લઈ આજથી એટલે કે 24 જાન્યુઆરીથી 5 ફેબ્રુઆરી સુધી ક્રોસિંગ પાસેનો બંને તરફનો રસ્તો બંધ રાખવા ટ્રાફિક ડિવિઝન દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ઇસ્કોન બ્રિજ પર 9 લોકોનો ભોગ લેનારા તથ્ય પટેલના હૃદયના ધબકારા વધ્યા અને જામીન માટે પ્લાન બનાવ્યો 

વાહન ચાલકો ઝગડીયા બ્રિજ, ગુરુજી બ્રિજનો ઉપયોગ કરી શકશે

વાહન ચાલકો કાંકરીયા શાહઆલમ જવાહર ચોક ચાર રસ્તા તરફથી મણિનગર રેલવે ક્રોસિંગ તરફ આવતા એલજી હોસ્પિટલથી ઝગડીયા બ્રિજ ત્યાંથી આવકાર હોલ જઈ શકશે અને ત્યાંથી ગુરુજી બ્રિજ થઈને જશોદાનગર ચાર રસ્તા હાટકેશ્વર તરફ જઈ શકશે. આ દરમિયાન ટુ-વ્હીલ અને થ્રી-વ્હીલ ચાલકો દક્ષિણી અંડરપાસનો ઉપયોગ કરી આગળ જઈ શકશે. તેમજ જશોદાનગર, હરીપુરા, હાટકેશ્વર અને અનુપમ સિનેમા તરફથી આવતા વાહન ચાલકો ઝગડીયા બ્રિજ, ગુરુજી બ્રિજનો ઉપયોગ કરી શકશે.

Back to top button