અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ડ્રગ્સના દૂષણને ડામવા મણિનગર પોલીસે નાર્કોટિક્સ મોકડ્રીલ યોજી, ડોગ સ્કવોડની ટીમ દ્વારા ચેકિંગ કરાયું

Text To Speech
  • અમદાવાદના મણીનગર વિસ્તારમાં નાર્કોટિક્સ મોકડ્રીલ યોજાઈ
  • ડ્રગ્સના દૂષણને ડામવા યોજાઈ મોકડ્રીલ
  • વડોદરાથી ડોગ સ્કવોડની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાઈ

અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે. એકતરફ ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજ્યભરમાં ડ્રગ્સનું દૂષણ ડામવા માટે તમામ પોલીસ અધિકારીઓને સૂચના આપી રહ્યા છે. જો કે, કેટલાક બેફામ બનેલા ડ્રગ્સ પેડલરો યુવાઓને ડ્રગ્સના રવાડે ચઢાવી દેતા ડ્રગ્સના દૂષણને ડામવા અમદાવાદ પોલીસ સક્રિય થઈ છે. અને આજે ડોગ સ્કવોડની ટીમ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદ પોલીસ દ્વારા આજે શહેરના મણિનગર વિસ્તારમાં ડ્રગ્સના દૂષણને ડામવા મોકડ્રીલ યોજી હતી.પોલીસ દ્વારા નાર્કોટિક્સ અને ઝોન 6 DCP સૈની સાહેબના માર્ગદર્શન હેઠળ આ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર મણિનગર વિસ્તારનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જેની માટે ખાસ વડોદરાની ડોગ સ્કવોડની ટીમ બોલાવવામાં આવી હતી.

સિંધી માર્કેટ ,રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ પર કરાયું ચેકિંગ
મહત્વનું છે કે,આજે સવારથી જ પોલીસની ટીમો અને ડોગ સ્કવોડની ટીમ દ્વારા વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મણીનગર પોલીસ દ્વારા યુવાન વધતા કેફી પદાર્થના સેવનને નાથવા સિંધી માર્કેટ ,રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ, સ્કૂલ કોલેજમાં ડોગ સ્કોડની ટીમો સાથે નાર્કોટિક્સ મોકડ્રીલ યોજવામાં આવી હતી.

અગાઉ અમદાવાદમાંથી ડ્રગ્સ ઝડપાયું
ઉલ્લેખનીય છે કે,અમદાવાદ સહિત આસપાસના વિસ્તારોમાંથી સતત પ્રતિબંધિત ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ રહ્યો છે. ત્યારે માંડલ ગામમાંથી મોટી માત્રામાં ડ્રગ્સ ઝડપાયું હોવાની ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદ ગ્રામ્ય SOGએ રૂ.6 લાખની કિંમતનું 59.090 ગ્રામ MD ડ્રગ્સ ઝડપી પાડ્યું હતું. રિક્ષામાં ડ્રગ્સનો જથ્થો રાખી વેચાણ કરતા મુન્નવર સાલારની પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચો : અમદાવાદમાં ડ્રગ્સ માફિયાઓએ નવી મોડસ ઓપરેન્ડી અપનાવી

Back to top button