- આરોપીઓએ દારૂના નશામાં અકસ્માત સર્જ્યો હોવાથી પોલીસે જાહેરમાં કાયદાનો પાઠ ભણાવ્યો.
અમદાવાદ શહેરના મણિનગરમાં બે દિવસ પહેલા થયેલા અકસ્માતમાં ત્રણ લોકોનો જીવ બચ્યો હતો. તો બીજી તરફ પોલીસે દારૂના નશામાં અકસ્માત સર્જનારા આરોપીઓની જાહેરમાં માર મારી કાયદાનો પાઠ ભણાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હવે પછી આવા તત્વો દારુ પીને ગાડીઓના ચલાવેએ હેતુંથી પોલીસ દ્વારા જાહેરમાં માર મારવામાં આવ્યો હતો.
અમદાવાદ: મણીનગર અકસ્માતના આરોપીની જાહેરમાં સરભરા@AhmedabadPolice#ahmedabadupdate #accidentupdates #Maninagar #AhmedabadPolice #TrafficPolice #Gujarat #GujaratiNews #humdekhengenews pic.twitter.com/9jFPMWv6Td
— Hum Dekhenge News (@humdekhengenews) July 25, 2023
આ અકસ્માત સર્જનાર કારમાંથી બિયરની બોટલ પણ મળી હતી. કાર ચાલક યુવાનની ઓળખ કેદાર દવે તરીકે સામે આવી છે. આ યુવાન વિરુદ્ધ જે ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે આ યુવાનોના વીડિયો સોશીયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આ પણ વાંચો: જૂનાગઢ દરગાહ કેસમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા લેવાયા એક્શન