ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મણિશંકર ઐયરને ફરીથી ઉભરાયો પાકિસ્તાન પ્રત્યે પ્રેમ, ભારતને ડરાવ્યું

  • મણિશંકર ઐય્યરે પાકિસ્તાનને લઈને ફરી એકવાર નિવેદન આપ્યું છે. ઐયરે કહ્યું કે ભારતે પાકિસ્તાનનું સન્માન કરવું જોઈએ

દિલ્હી, 10 મે: સેમ પિત્રોડા બાદ હવે કોંગ્રેસ નેતા મણિશંકર ઐયરનો એક ઈન્ટરવ્યુ પ્રકાશમાં આવ્યો છે. એક યુટ્યુબ ચેનલને ઈન્ટરવ્યુ આપતી વખતે ઐયરે પાકિસ્તાનને સન્માન આપવાની વાત કહી છે. સેમ પિત્રોડાના નિવેદન બાદ ઐયરની ટિપ્પણી પણ કોંગ્રેસની મુશ્કેલી વધી શકે છે. ઐયરે ઈન્ટરવ્યુમાં કહ્યું કે ભારતે પાકિસ્તાન સાથે વાત કરવી જોઈએ અને તેમને સન્માન આપવું જોઈએ. પાકિસ્તાન પાસે એટમ બોમ્બ છે. જો આપણે પાકિસ્તાનનું સન્માન નહીં કરીએ અને કોઈ પાગલ નેતા આવીને પરમાણુ બોમ્બ ફેંકી દે તો આપણે શું કરીશું?

ઐયરે કહ્યું, “પાકિસ્તાન એક એવો દેશ છે જેનું ભારત દ્વારા સન્માન કરવું જોઈએ. તે સન્માન જાળવી રાખીને તમે ગમે તેટલી કડક વાત કરી શકો છો, પરંતુ જો તમે તમારા હાથમાં બંદૂક લઈને ફરતા રહેશો તો તેનાથી કંઈ જ ઉકેલ આવશે નહીં. માત્રને માત્ર તણાવ વધશે.”

વિશ્વગુરુ બનવું છે તો મુદ્દાઓ પર વાત કરવી પડશે: મણિશંકર ઐયર

મણિશંકર ઐયરે કહ્યું કે, “અમારી પાસે એટમ બોમ્બ છે. જો આપણે તેને લાહોર સ્ટેશન પર છોડી દઈએ તો તેને માત્ર 8 સેકન્ડ લાગશે અને તેની રેડિયો એક્ટિવિટી અમૃતસર સુધી પહોંચી જશે. જો આપણે વિશ્વગુરુ બનવું હોય તો કોઈપણ મોટી સમસ્યાનું સમાધાન શોધવા માટે આપણા સખત મહેનત કરવી પડશે, પરંતુ છેલ્લા 10 વર્ષથી બધી મહેનત બંધ છે.”

મણિશંકરના નિવેદન પર બીજેપીએ આપ્યો જવાબ

  • કોંગ્રેસનો હાથ આતંકવાદીઓ અને પાકિસ્તાન સાથે: બીજેપી

ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ કોંગ્રેસના નેતા મણિશંકર ઐયરના નિવેદનની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યું છે કે કોંગ્રેસનો પાકિસ્તાન પ્રત્યેનો પ્રેમ અટકી રહ્યો નથી. પૂનાવાલાએ કહ્યું, ‘ભારતમાં આતંકવાદીઓ મોકલનાર પાકિસ્તાનને કોંગ્રેસ સન્માન આપવાની વાત કરી રહી છે. આતંકવાદીઓ અને પાકિસ્તાન સાથે કોંગ્રેસનો હાથ દેખાઈ રહ્યો છે અને હવે તેનો વધુ એક પુરાવો પ્રકાશમાં આવ્યો છે.

વીડિયો શેર કરી પૂનાવાલાએ ઐયર પર કર્યા આકરા પ્રહાર

પૂનાવાલાએ મણિશંકર ઐયરના નિવેદનને લઈને ગાંધી પરિવાર અને કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે, ‘કોંગ્રેસ પરિવારના નજીકના મણિશંકર ઐયર, જે એક સમયે પીએમ મોદીને હટાવવા માટે પાકિસ્તાનની મદદ લેવા ગયા હતા, તે હવે પાકિસ્તાનની તાકાત અને શક્તિની વાતો કરી રહ્યા છે. તેના પરમાણુ બોમ્બ બતાવે છે. મણિશંકર ઐયર ભારતમાં આતંકવાદીઓને મોકલનાર પાકિસ્તાનને સન્માન આપવાની વાત કરી રહ્યા છે, જ્યારે એ જ કોંગ્રેસી નેતા આપણી સેના માટે અપમાનજનક ભાષા વાપરે છે. સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરીને પાકિસ્તાનને પાઠ ભણાવતી મોદી સરકાર બંદૂકો લઈને ફરતી આપણી સેના જેવા પગલાં લેવાને બદલે મણિશંકર ઐયર ઈચ્છે છે કે ભારત પોતાની સુરક્ષા માટે પગલાં ન ભરે.

અહીં જૂઓ વીડિયો:

 

સેમ પિત્રોડાએ પણ આપ્યું હતું વિવાદાસ્પદ નિવેદન

કોંગ્રેસના નેતા સેમ પિત્રોડાએ બુધવારે (8 મે) ના રોજ આવું જ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. પિત્રોડાએ કહ્યું હતું કે આપણા દેશના દક્ષિણ ભારતીય લોકો આફ્રિકન જેવા દેખાય છે અને ઉત્તરપૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે. ઉત્તરના લોકો સફેદ તો પશ્ચિમના લોકો અરબી વાળા જેવા દેખાય છે. પિત્રોડાના આ નિવેદનને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. એક તરફ ભાજપના નેતાઓમાં નારાજગી જોવા મળી રહી છે તો બીજી તરફ કોંગ્રેસે આ મામલે ચુપ છે.

આ પણ વાંચો: સેમ પિત્રોડાને જેટલાં જૂતાં મારો એટલા ઓછા છેઃ દિગ્વિજયસિંહના ભાઈ લક્ષ્મણસિંહનું આક્રમક વલણ

Back to top button