ડાયાબિટીસના દર્દીઓ માટે કેરીના પત્તા ફાયદાકારક
કેરીના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. તેનો સેવન કરવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. ઉનાળાની ઋતુમાં બધાએ કેરી ખાવાનું શરૂ કર્યું જ હશે. તો તમને જણાવી દઈએ કે, તેના પાન ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. હવે તમે વિચારતા હશો કે આ કેવી રીતે શક્ય છે. તો ચાલો એ સમજવાનો પ્રયત્ન કરીએ કે બ્લડ સુગર કંટ્રોલમાં આ ફળના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો. જો કે, ગંભીર દર્દીઓએ તેનું સેવન કરતા પહેલા એકવાર તેમના ડૉક્ટરની સલાહ લેવી જોઈએ.
કેરીના પાનમાં આ ગુણ હોય છે
કેરીના પાનમાં પેક્ટીન, વિટામિન સી અને ફાઈબર મળી આવે છે. જે ડાયાબિટીસ અને કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. જેથી જે લોકોને હાઈ કોલેસ્ટ્રોલની સમસ્યા હોય તેઓ પણ તેનું સેવન કરી શકે છે. ત્યારે જે લોકો વજન ઘટાડવા માંગે છે તેઓ પણ તેને અજમાવી શકે છે. જેના કારણે તમારું વજન ઝડપથી ઘટવા લાગશે. જે લોકોની દૃષ્ટિ નબળી હોય તેઓ પણ કેરીના પાનનું સેવન કરી શકે છે. તેના સેવનથી આંખોની રોશની વધારવામાં મદદ મળશે.
કેરીના પાનનો ઉપયોગ કેવી રીતે કરવો
સૌપ્રથમ દર્દીઓએ 10-15 આંબાના પાન લેવા જોઈએ, ત્યારબાદ તેને પાણીમાં બરાબર ઉકાળો. કેરીના પાનને રાત્રે આ રીતે પ્રક્રીયા કરીને રાતભર રાખી મુકો. સવારે આ પાણીને ગાળીને તેનું સેવન કરો. ધ્યાનમાં રાખો કે તેને ખાલી પેટ પીવુ. નિયમિત રીતે આમ કરવાથી બ્લડ શુગર લેવલ પણ કંટ્રોલમાં રહેશે.