ફક્ત હાઇડ્રેશન નહીં, ઇમ્યુનિટી માટે પણ બેસ્ટ છે મેંગો જ્યુસ
- ગરમી આવે એટલે કેરીની રાહ જોવાતી હોય છે
- કેરી પોષકતત્વોનો ભંડાર ગણાય છે
- કેરી ખાવાથી આયરની કમી થતી નથી
ગરમીની સીઝનમાં સૌથી વધુ મહત્ત્વ કેરી ખાવાનું હોય છે. કોઇ પણ વ્યક્તિ ગરમીની રાહ ફક્ત કેરી માટે જ જોવે છે, આ કહેવુ ખોટુ નહીં ગણાય. લગભગ દરેક લોકો આ સીઝનમાં કેરી તો ખાય જ છે. કેરીના જ્યુસની સાથે સાથે લોકો આમ પન્ના, સ્મુધી, મિઠાઇ, આચાર અને મુરબ્બો બનાવે છે. આજે જાણો કેરી ખાવાના બીજા કયા ફાયદા છે અને તે કઇ બિમારીઓને કન્ટ્રોલ કરી શકે છે.
મેંગો જ્યુસના પોષકતત્વો
મેંગો જ્યુસમાં દરેક પ્રકારના પોષકતત્વો સારી માત્રામાં મળી આવે છે. મેંગો જ્યુસમાં ન્યુટ્રિઅન્ટ્સ, વિટામીન્સ અને માઇક્રોકમ્પોનેટ્સ હોય છે, તે પેટ માટે લાભદાયી છે. સાથે તેમાં પોટેશિયમની પણ સારી માત્રા હોય છે. તે કાર્ડિયોવેસ્ક્યુલર હેલ્થ માટે બેસ્ટ છે. એક ગ્લાસ મેંગો જ્યુસમાં 300થી 350 મિલીગ્રામ સુધી પોટેશિયમ મળી આવે છે. તે હાર્ટ માંસપેશીઓમાં ઉત્તકોનું નિર્માણ કરે છે.
મેંગો જ્યુસના સેવનના લાભ
- મેંગો જ્યુસના સેવનથી શરીરમાં આયરનની કમી થતી નથી.
- ગર્ભાવસ્થા દરમિયાન મહિલાઓમાં આયરનની કમી થતી હોય છે, તેથી તેઓ દવાઓનું સેવન કરીને પોતાના ડાયેટમાં બદલાવ લાવે છે. ગર્ભવતી મહિલાઓ પોતાના ડાયેટમાં ફ્રેશ મેંગો જ્યુસને સામેલ કરી શકે છે.
- મેંગો જ્યુસમાં પોટેશિયમ પણ સારી માત્રામાં હોય છે. તેના સેવનથી હ્રદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે. પોટેશિયમનું કામ હ્રદયની માંસપેશીઓને મજબૂત કરવાનું છે.
- મેંગો જ્યુસ એનીમિયા અને માંસપેશીઓના દર્દને ઘટાડે છે.
- મેંગો જ્યુસમાં સિલેનિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે આપણને કાર્ડિયોવેસ્ક્યુલર બીમારીથી બચાવે છે.
- મેંગો જ્યુસમાં ફાઇબર મળી આવે છે, જે આપણને પેટ સંબંધિત બિમારીથી બચાવે છે.
- ફ્રેશ મેંગો જ્યુસના સેવનથી આપણું પાચન યોગ્ય રહે છે અને સાથે આપણને કબજિયાત જેવી સમસ્યા થતી નથી.
આ પણ વાંચોઃ હેલ્ધી ફ્લર્ટિંગ કરી રહ્યા છો?: પહેલા વાંચી લો આ મહત્ત્વના રુલ્સ