- વલસાડ જિલ્લામાં કેરી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
- કેરીના પાક માટે વલસાડ દેશ વિદેશમાં પ્રખ્યાત
- તીથલ બીચ ઉપર મેંગો ફેસ્ટીવલનું પ્રથમવાર આયોજન
વલસાડ જિલ્લાની આબોહવા આંબા પાક માટે ખૂબ જ અનુકૂળ હોવાથી કેરીના પાક માટે વલસાડ દેશ વિદેશમાં પ્રખ્યાત છે. ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અને આંતરરાષ્ટ્રીય મીલેટ્સ વર્ષ અંતર્ગત કેરી પાકનું મહત્વ વધારવા તેમજ સ્થાનિક ખેડૂતોને તેમની કેરીના સારા ભાવ મળી રહે તે માટે તીથલ બીચ ઉપર મેંગો ફેસ્ટીવલનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ગુજરાત: સસ્તામાં તીર્થયાત્રાના નામે ઠગતો ટ્રાવેલ એજન્ટ પકડાયો
વલસાડ જિલ્લામાં કેરી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
રાજ્ય નાણાં મંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રીના હસ્તે વલસાડ જિલ્લામાં કેરી મહોત્સવનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જેમે કમોસમી વરસદમાં થયેલી નુક્શાનીનું વળતર ચૂકવવા પ્રયત્નો કરી રહ્યા છે. સાથે વલસાડ જિલ્લામાં કેરીની 20થી 25 દિવસની સીઝનમાં એક સાથે કેરી માર્કેટમાં આવતી હોવાથી ખેડૂતોને મહત્તમ ભાવ મળતો ન હોવાથી જિલ્લામાં સરકારી કેનિંગ ફેક્ટરી શરુ કરીને ખેડૂતોને મહત્તમ ભાવ મળે તેવા પ્રયાસો કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદ: AMCના કસૂરવાર કર્મચારીઓ દ્વારા ‘દયાની અરજી’ કરવામાં આવી
ખેડૂતોએ 50થી વધુ સ્ટોલની વ્યવસ્થા કરી
ખેડૂતો તેમની કેરી સીધી ખેતરથી લાવી ગ્રાહકોને સારી ગુણવત્તાની તેમજ વિવિધ જાતોની કેરી એક જ સ્થળ પર મળી રહે તે માટે વલસાડ જિલ્લાના ખેડૂતો, APMC અને વિવિધ વિભાગોના ખેડૂતોએ 50થી વધુ સ્ટોલની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટોલમાં કેરી પ્રોસેસિંગને લગતી કંપનીઓ, નિકાસકારો, ફાર્મર પ્રોડ્યુસર કંપનીઓ, બેંક તેમજ સખી મંડળને પણ સ્ટોલ આપવામાં આવ્યા છે. કંપનીઓ અને ખેડૂતોની સીધી મુલાકાત થાય અને તેમની કેરી કંપનીઓ સીધી જ ખરીદી કરે તે હેતુથી ખેડૂત અને કંપનીઓ વચ્ચે MOU થાય તેના પણ પ્રયત્નો મેંગો ફેસ્ટિવલ થકી કરવાનો ઉદેશ છે.
આ પણ વાંચો: મોદી સરકારના સફળતાના 9 વર્ષ પુરા થવાના ઉપલક્ષમાં યોજાશે વિવિધ કાર્યક્રમ
ખેડૂતોને નુકશાની ચૂકવવા સરકાર પ્રયત્નશીલ
વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતોને કમોસમી વરસાદને લઈને ખેડૂતોને થયેલું કેરીના પાકમાં નુક્શાનીનું વળતર ચૂકવવા માટે રાજ્ય સરકાર પ્રયત્નો કરી રહી છે. કેરીના પાકમાં થયેલી નુક્શાનીને લઈ ખેડૂતો ચાલુ વર્ષે મુંઝવણમાં મુકાઈ ગયા છે. રાજ્યમાં વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના ખેડૂતો સિવાય કેરીના પાકની નુકશાની ચુકવવામાં આવી નથી. જેને લઈને રાજ્ય સરકાર દ્વારા 4 જિલ્લાના આંબાવાડી ઉપર નભતા ખેડૂતોને નુકશાની ચૂકવવા સરકાર પ્રયત્નશીલ છે.