કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટ્રેન્ડિંગ

માંગરોળઃ મદ્રેસામાં સગીર સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની ફરિયાદ, બેની ધરપકડ

Text To Speech

અહેવાલ અને ફોટા: પરેશ વાઢીયા (જુનાગઢ): જુનાગઢ જિલ્લાના માંગરોળ શહેરમાં વેરાવળ રોડ ઉપર આવેલ મદ્રેસા કાશીકુલ ઉલ્લુમના શિક્ષક દ્વારા ૧૫ વર્ષના સગીર વિદ્યાર્થી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યાની ફરિયાદ માંગરોળ ખાતે નોંધાતા જીલ્લા પોલીસ વડા ઘટના સ્થળ પર દોડી આવ્યા, પોલીસે બે શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

જીલ્લા પોલીસ વડા મહેતાએ પત્રકારોને વિગતો આપતા જણાવ્યું હતું કે આ બનાવ બાબતે પોલીસે ઉંડાણ પૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઘટનાના મુળ સુધી પહોંચવા ભોગ બનનાર સાથે કેટલા સમયથી આવુ દુષ્કર્મ કરાઈ રહ્યું છે આ બનાવમાં કોણ કોણ સંડોવાયેલ છે, તેમજ ભુતકાળમાં અન્ય કેટલા સગીર વિદ્યાર્થીઓ ઉપર આવું કૃત્ય આચરવામાં આવ્યું છે, આ સહિતની તમામ બાબતોની તપાસ કરવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

આઈપીસી કલમ 377 તથા પોક્સો એક્ટ હેઠળ ફરીયાદ નોંધાઈ:

મામલો માંગરોળ પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે આઈપીસી કલમ 377 તથા પોકસો એક્ટ હેઠળ નોંધાયેલી આ ફરીયાદની તપાસ રેન્જ આઇ. જીના માર્ગદર્શન હેઠળ જીલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા તથા માંગરોળ વિભાગીય પોલીસ વડા દિનેશ કોડીયાતરના માર્ગદર્શન હેઠળ આ બનાવની સમગ્ર તપાસ માંગરોળના સીપીઆઇ. એસ.આઇ. મંદરા દ્વારા કરવામાં આવી રહી છે તેમજ આ તપાસમા PSI શિતલ બેન સોલંકી સતત કામગીરી કરી રહ્યા છે. આ ગંભીર બનાવમા માંગરોળ પોલીસ, જુનાગઢ પોલીસ તેમજ SOG પી.આઈ ગોહીલ તેમની ટીમ સાથે માંગરોળ પહોંચી સતત મહત્વની કામગીરી કરી રહ્યા છે.

વધુ તપાસ હાથ ધરાઈ: હાલ આ બનાવના બે આરોપીઓની ધરપકડ કરેલ છે, આ બનાવમાં વધુ આરોપીઓ સામેલ છે કે નહી, તેમજ બીજા અન્ય બાળકો આ કૃત્યનો શિકાર બન્યા છે કે નહી તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો: રાજકોટમાં ટ્રિપલ મર્ડર : યુવકે પત્ની, તેના પ્રેમી અને બાળક ઉપર ટ્રક ચડાવી હત્યા કરી

Back to top button