મનોરંજન

મંદિરા બેદી હોળી રમવા પર થઈ બરાબરની ટ્રોલ, લોકોએ કહ્યું….

Text To Speech

ફિલ્મોની દુનિયાની જાણીતી અભિનેત્રી મંદિરા બેદી આ હોળીના તહેવાર પર ચર્ચાનો વિષય બની છે. મંદિરા બેદીએ આ હોળીનો તહેવાર ખૂબ ધામ ધૂમ પૂર્વક ઉજ્વયો હતો. જો કે તેના પતિના અવસાનને થોડા જ દિવસો થયા છે. ત્યારે આ અભિનેત્રી આ કારણે હાલ સોશિયલ મીડિયામાં ટ્રોલ થઈ રહી છે.

મંદિરા બેદી સોશિયલ મીડિયા પર થઈ ટ્રોલ

મંદિરા બેદીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તે બધા સાથે હોળી રમતી જોવા મળે છે, પરંતુ કેટલાક લોકો તેનું આ રીતે ઉજવણી કરવાનું પસંદ કરી રહ્યા નથી. તેઓ અભિનેત્રીને ખૂબ ટોણા મારી રહ્યા છે અને કહે છે કે તેના પતિના મૃત્યુને થોડા દિવસો થયા છે અને તે હોળી રમી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

મંદિરાનો હોળીની ઉજવણીનો વીડિયો થયો વાયરલ

આ વાયરલ વીડિયોમાં મંદિરા બેદી કલરથી રંગાયેલો પોતાનો ચહેરો સાફ કરતી જોવા મળી રહી છે. તે સંપૂર્ણપણે પીળા રંગમાં રંગાઈ ગઈ છે. અને તે આ વીડિયોમાં ખૂબ જ ખુશ દેખાઈ રહી છે અને બધા સાથે ખુશીથી હોળીની ઉજવણી કરી રહી છે. જો કે તેની ખુશી કેટલાક લોકો જોઈ શક્યા નહી. અને સોશિયલ મીડિયા પર મેણા ટોણા મારવા લાગ્યા

મંદિરા બેદી-humdekhengenews

લોકોએ આપી આ પ્રતિક્રિયા

મંદિરા બેદીની હોળીની ઉજવણીનો આ વીડિયો જોઈ એક યુઝરે લખ્યું, ‘તેના પતિના મૃત્યુને થોડા દિવસો થયા છે, તે હોળી રમી રહી છે.’ તેમજ અન્ય એક યુઝરે કોમેન્ટ કરી, ‘આજે દીદી હોળી રમશે, બિચારીના પતિનું 6 મહિના પહેલા જ મોત થઈ ચૂક્યું છે.’

અભિનેત્રીના પતિ રાજનું મૃત્યુ હાર્ટ એટેકથી થયું હતું

ઉલ્લેખનીય છે કે, મંદિરા બેદીએ 14 ફેબ્રુઆરી 1999ના રોજ રાજ કૌશલ સાથે લગ્ન કર્યા હતા. 30 જૂન 2021 ના ​​રોજ રોજ કૌશલનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું.

આ પણ વાંચો : આદિવાસી સમાજમાં આ ખાસ રીતે ઉજવાય છે હોળી, જાણો શું છે તેનું મહત્વ

Back to top button