મનસુખ માંડવિયાના કેજરીવાલ પર પ્રહાર, દિલ્હીવાસીઓને માસ્ક પહેરવાની અપીલ
દિલ્હીમાં પ્રદૂષણનું પ્રમાણ વધી રહ્યું છે. દિલ્હીના જુદા-જુદા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ ‘ગંભીર’ શ્રેણીમાં 400 જેટલો નોંધાઈ રહ્યો છે. જેને લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને આડે હાથ લીધા છે. સાથે જ ડો. મનસુખ માંડવિયાએ લોકોને માસ્ક પહેરવાની પણ અપીલ કરી છે.
Delhi | Children, elderly & those whose lungs & hearts are weak, they should not go to such places where there is pollution. If you want to go, go during day when there is sunlight & wear a mask. We can call air pollution a silent killer: Dr Randeep Guleria, Former AIIMS director pic.twitter.com/PK2gYmGCVu
— ANI (@ANI) November 4, 2022
દિલ્હીમાં હવા પ્રદૂષણને લઈને ભાજપનો કટાક્ષ
સ્વાસ્થ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કહ્યું, દિલ્હીની જનતાને આગ્રહ છે કે માસ્ક પહેરે અને હવા પ્રદૂષણથી પોતાની રક્ષા કરે, કારણ કે કેજરીવાલ ગુજરાત-હિમાચલમાં મફતની રેવડી સાથે જોડાયેલા વચનો આપવામાં અને દિલ્હીની જનતાના ટેક્સના કરોડો રૂપિયાની જાહેરાતો આપવામાં વ્યસ્ત છે.
दिल्ली की जनता से आग्रह है की मास्क पहनें और वायु प्रदूषण से स्वयं की रक्षा करें क्योंकि केजरीवाल जी गुजरात और हिमाचल में मुफ्त की रेवड़ी से जुड़े वादे करने और दिल्ली की जनता के टैक्स के करोड़ों रुपयों के खर्चे से विज्ञापन देने में व्यस्त हैं। https://t.co/gSmw4yvv6G
— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) November 4, 2022
બાળકો-વૃદ્ધોને બહાર ન નીકળવા અપીલ
મનસુખ માંડવિયાએ એઈમ્સના પૂર્વ નિર્દેશક ડો. રણદીપ ગુલેરિયાના એક નિવેદનની રિટ્વીટ કરતા આ વાત કહી હતી. ડો. રણદીપ ગુલેરિયાએ પોતાના ટ્વીટમાં બાળકો, વૃદ્ધો અને જેમના ફેફસા અને હૃદય નબળું હોય તેમની પ્રદૂષણવાળી જગ્યાએ ન જવા માટે સૂચન આપ્યું હતું.
હાલમાં દિલ્હી-NCRમાં હવાનું પ્રદૂષણ એક મોટી સમસ્યા બન્યું છે. દિલ્હીમાં ધુમાડાના કારણે શુક્રવારે સતત બીજા દિવસે એર ક્વોલિટી ઈન્ડેક્સ ગંભીર કેટેગરીમાં નોંધાયો હતો. હવા પ્રદૂષણ અનુકૂળ મોસમ રહેવાથી અને પંજાબમાં પરાળી સળગાવવાના કારણે AQI 447 નોંધાયો હતો.