ગુજરાતટોપ ન્યૂઝ

અમદાવાદમાં ઔડા વિસ્તારમાં આ વર્ષ પહેલા મંજૂર થયેલી પ્લોટિંગ સ્કીમોમાં 40% કપાત ફરજિયાત

  • સબપ્લોટ બિલ્ડરે વેચી માર્યો હોય તે કિસ્સામાં 40% કપાત કઈ રીતે વસૂલાય
  • અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ઔડાએ મોટો નિર્ણય કર્યો
  • 2010 પહેલા મંજૂર થયેલી પ્લોટિંગ સ્કીમોમાં 40% કપાત ફરજિયાત

ઔડા વિસ્તારમાં 2010 પહેલા મંજૂર થયેલી પ્લોટિંગ સ્કીમોમાં 40% કપાત ફરજિયાત છે. જેમાં હેતુફેર છતાં ઝીરો કપાતનો લાભ લેતાં બિલ્ડરો ઉપર નિયંત્રણ લદાયું છે. ઔડાએ હવે 2017ના ઠરાવનો ચુસ્ત અમલ કરાવવાનું નક્કી કર્યું છે. જોકે સબપ્લોટ બિલ્ડરે વેચી માર્યો હોય તે કિસ્સામાં 40% કપાત કઈ રીતે વસૂલાય તે અંગે હજીયે અસમંજસતા છે.

આ પણ વાંચો : હર્ષ સંઘવી દ્વારા વિજેતા વિદ્યાર્થીનીને સુરત જિલ્લા ડ્રગ્સ વિરોધી એમ્બેસેડર બનાવવામાં આવી

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ઔડાએ મોટો નિર્ણય કર્યો

અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી-ઔડાએ એક મોટા નિર્ણયમાં, 2010 પહેલાં મંજૂર થયેલી પ્લોટિંગ સ્કીમોમાં જો ડેવલપરે હેતુફેર કર્યો હોય તો તે કિસ્સામાં કુલ જમીનમાંથી 40 ટકા કપાત વસૂલવાનું નક્કી કર્યું છે. આનો મતલબ એ થયો કે બિલ્ડરને બંગલાની સ્કીમની મંજૂરી મળી હોય પણ એ પછી બંગલાની સ્કીમને બદલે રેસિડેન્સિયલ એપાર્ટમેન્ટ્સ કે કમર્શિયલ બિલ્ડિંગની સ્કીમ બની હોય કે પછી બનાવવી હોય તો બિલ્ડરે 40 ટકા જમીન ઔડાને આપવી પડશે અથવા તો એ 40 ટકા જમીન રસ્તા કે ઉદ્યાન જેવા જાહેર હેતુમાં વાપરવી પડશે.

આ પણ વાંચો : જેલમાં બંધ પોપ્યુલર બિલ્ડરના રમણ પટેલને આર્થિક સંકટ, કોર્ટમાં કરી અરજી

વર્ષ 2010 પહેલા મંજૂર થયેલી પ્લોટિંગની સ્કીમ્સને ફરજિયાત 40 ટકા કપાતમાંથી મુક્તિ અપાઇ

વર્ષ 2010 પહેલાં મંજૂર થયેલી પ્લોટિંગની સ્કીમ્સને ફરજિયાત 40 ટકા કપાતમાંથી મુક્તિ અપાઇ હતી. જાણવા મળ્યા મુજબ, શેલાની ડ્રાફટ ટીપી સ્કીમ પૈકીની એક દરખાસ્ત અંગે તાજેતરમાં ઔડામાં ચર્ચા થઈ હતી, જેમાં પ્લોટિંગ સ્કીમમાં 40 ટકાથી ઓછી કપાત થઈ હોવાનું ધ્યાને આવ્યું હતું. આ મુદ્દે કહે છે કે, ઔડાના અધિકારીએ એવો ખુલાસો કર્યો હતો કે, જો બિલ્ડરે સબપ્લોટ અન્યને વેચી દીધો હોય તો પોલિસી મુજબ 40 ટકા કપાત ના થઈ શકે. અલબત્ત, ઔડાના બોર્ડ દ્વારા આ કિસ્સાના સંદર્ભમાં એવો નિર્ણય લીધો છે કે, બિલ્ડરે હેતુફેર કરી સબપ્લોટ વેચ્યો હોય કે ના વેચ્યો, પણ નિયમાનુસાર 40 ટકા કપાત વસૂલવામાં આવશે જ.

હેતુફેર થયો હોય કે કરવો હોય તો 40 ટકા કપાત બિલ્ડરે ચૂકવવી જ પડે

અલબત્ત, રાજ્ય સરકારના આ અગાઉના નિર્ણયનો લાભ લઈ કેટલાક બિલ્ડરો તેમની પાસેના સબપ્લોટમાં હેતુફેર કરી કમર્શિયલ બિલ્ડિંગની કે રહેણાંકના એપાર્ટમેન્ટની સ્કીમ ઊભી કરતા હતા અને કોઈ પ્રકારની કપાત ચૂકવતા ન હતા. પરિણામે બિલ્ડરો ઉપર નિયંત્રણ લાદવાની રાજ્ય સરકારને અને ઔડાને ફરજ પડી છે અને તેથી હવે ઔડાએ 2017ના ઠરાવનો કડક અમલ કરાવવાનું નક્કી કર્યું છે, જે ઠરાવ કહે છે કે, 2010 પહેલાંની મંજૂર થયેલી પ્લોટિંગ સ્કીમોમાં જમીનનો અમુક પ્લોટ વેચાણ થયો હોય કે ના થયો, પણ હેતુફેર થયો હોય કે કરવો હોય તો 40 ટકા કપાત બિલ્ડરે ચૂકવવી જ પડે.

Back to top button