રાજસ્થાનમાં જમીન વિવાદમાં ટ્રેક્ટરથી કચડીને યુવકની કરી ક્રૂર હત્યા
- યુવકને ટ્રેક્ટર દ્વારા 8 વખત કચડી નાખ્યો
- પરિવારના સભ્યોએ બચાવવાનો પ્રયાસ કર્યો
- ગ્રામજનો માત્ર દર્શક બનીને જોતા રહ્યા
રાજસ્થાનના ભરતપુરમાં જમીન વિવાદમાં એક શખ્સે 45 વર્ષીય આધેડની ટ્રેક્ટરથી કચડી નાખ્યો હતો. જેના કારણે વ્યક્તિનું મૃત્યુ થયું હતું. નિર્દયતાની હદ એટલી હતી કે ટ્રેક્ટર દ્વારા વ્યક્તિને એક નહીં પરંતુ 8 વખત કચડી નાખવામાં આવ્યો હતો. જોકે, પરિવારના સભ્યોએ 45 વર્ષીય નિરપથ સિંહ ગુર્જરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ટ્રેક્ટર ચાલકે ક્રૂરતા પૂર્વક તેની હત્યા કરી નાખી. જમીનને લઈને બંને પક્ષો વચ્ચે લડાઈ શરૂ થઈ. આ લડાઈમાં 12 લોકો ઘાયલ પણ થયા છે. આ તમામની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
ये दिल दहलाने वाली तस्वीर राजस्थान की है।
बयाना में बेरहमी से एक व्यक्ति की ट्रेक्टर से कुचल कर उसकी हत्या कर दी गई।
अशोक गहलोत मूकदर्शक बने हुए हैं, राहुल और प्रियंका देश को जाति में विभाजित करने में व्यस्त हैं और राजस्थान की जनता कुचली जा रही है!!#Shame pic.twitter.com/W1p7ghmCnz
— Priti Gandhi – प्रीति गांधी (@MrsGandhi) October 25, 2023
આ મામલો બાયણા પોલીસ સ્ટેશન વિસ્તારના અડ્ડા ગામનો છે. ગામના બે પક્ષકારો બહાદુર સિંહ ગુર્જર અને અતર સિંહ ગુર્જર વચ્ચે જમીનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. જેમાં બંને પક્ષોએ બાયણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પોલીસે કાર્યવાહી કરતાં 22 જેટલા લોકોની અટકાયત કરી હતી. પરંતુ બુધવારે બહાદુર સિંહ ગુર્જર પક્ષના લોકો ટ્રેક્ટર સાથે વિવાદિત જમીન ખેડવા ગયા હતા. જ્યારે અન્ય પક્ષના અતર સિંહ ગુર્જરના પરિવારને આ અંગેની માહિતી મળી તો તેઓ વિરોધ કરવા ત્યાં પહોંચ્યા. ખેતરમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જ્યારે 45 વર્ષીય નિરપથ સિંહ ગુર્જર ટ્રેક્ટર રોકીને વિરોધ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે ટ્રેક્ટર ચાલકે તેને કચડી હત્યા કરી નાખી હતી.
આ ક્રૂર હત્યાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. બીજી તરફ, આ લડાઈ જોવા ગ્રામજનો એકઠા થઈ ગયા હતા અને માત્ર દર્શક બનીને જોતા રહ્યા. ASP ઓમપ્રકાશ કલવાણીએ જણાવ્યું કે મૃતકના ભાઈ વિનોદ ગુર્જરે આ મામલામાં FIR નોંધાવી છે. આરોપીઓ સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: રાજકોટમાં ટ્રિપલ મર્ડર : યુવકે પત્ની, તેના પ્રેમી અને બાળક ઉપર ટ્રક ચડાવી હત્યા કરી