ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં યુવકને હાર્ટ એટેક આવતા કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ

Text To Speech

નવી દિલ્હી, 06 ડિસેમ્બર: અમદાવાદથી દુબઈ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટને મેડિકલ ઈમરજન્સી બાદ પાકિસ્તાનના કરાચીમાં ડાયવર્ટ કરવામાં આવી છે. ફ્લાઈટમાં સવાર એક મુસાફરની તબિયત ખરાબ હોવાને કારણે કરાચીના જિન્ના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. સિવિલ એવિએશન ઓથોરિટીના પ્રવક્તાએ અહીં જણાવ્યું હતું કે 27 વર્ષીય ધારવાલ દર્મેશને હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી તેને તબીબી સહાયની જરૂર હતી.

યુવકનું સુગર લેવલ ઘટી ગયું હતું

એરલાઈન્સે જણાવ્યું કે અમદાવાદથી દુબઈ જતી ફ્લાઈટમાં એક મુસાફર અચાનક બીમાર પડી ગયો. તેથી, મેડિકલ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને કરાચીમાં તરફ વાળવામાં આવી હતી. એરલાઈન્સ અનુસાર સ્પાઈસ જેટની બોઈંગ-737 ફ્લાઈટનું કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે CAAની મેડિકલ ટીમે પેસેન્જરને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડી હતી. યુવકનું સુગર લેવલ ઘટી ગયું હતું અને હૃદયના ધબકારા વધી રહ્યા હતા. મુસાફર સારવાર બાદ સ્વસ્થ થઈ ગયો છે.

આ પહેલા 23 નવેમ્બરે હૈદરાબાદથી જતી ઈન્ડિગોની ફ્લાઈટમાં એક મુસાફરને મેડિકલ ઈમરજન્સી આવી હતી. આ પછી પાકિસ્તાનના કરાચીમાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલ પહોંચતા જ મુસાફરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગુજરાત: ઈલેક્ટ્રિક વ્હિકલ પર સબસિડી મામલે સામે આવ્યા મોટા સમાચાર

Back to top button