વ્યક્તિ બાઇક પર મહિલા સાથે રસ્તા પર બેઠેલા સિંહની સામેથી નીકળી ગયો! જૂઓ વાયરલ વીડિયો
- સિંહને જોતાં જ લોકો દૂર ભાગી જાય છે, પરંતુ કાકાએ સિંહનું બધી જ ઈજ્જત બરબાદ કરી નાખી
HD ન્યૂઝ ડેસ્ક, 3 ડિસેમ્બર: સોશિયલ મીડિયા પર દરરોજ વિવિધ પ્રકારના વીડિયો વાયરલ થતા રહે છે. તેમાંથી કેટલાક વીડિયો એવા હોય છે કે, તેને જોયા બાદ લોકો દંગ થઈ જાય છે. તાજેતરમાં આવો જ એક વીડિયો બહાર આવ્યો છે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. વીડિયો જંગલનો છે. જ્યાં એક કાકા મહિલા સાથે મોટરસાઇકલ પર જઈ રહ્યા છે. સિંહને જોતાં જ લોકો દૂર ભાગી જાય છે, પરંતુ કાકાએ સિંહની બધી જ ઈજ્જત બરબાદ કરી નાખી. જંગલના રસ્તે સિંહને બેઠેલો જોઈને કાકાએ તેને બિલકુલ ગંભીરતાથી ન લીધો અને ખુશીથી તેની પ્રેમિકા સાથે ત્યાંથી પસાર થઈ ગયા.
જૂઓ વીડિયો
View this post on Instagram
કાકા તેની પ્રેમિકા સાથે સિંહની સામેથી નીકળી ગયા
વાયરલ વીડિયોમાં કાકા તેની પ્રેમિકા સાથે બાઇક પર જંગલમાંથી પસાર થઈ રહ્યા છે. રસ્તામાં એક જગ્યાએ સિંહ બેઠો હોય છે, પરંતુ કાકા સિંહની અવગણના કરે છે અને તેની બાઇક સાથે સિંહની સામેથી નીકળી જાય છે. કાકાને ત્યાંથી પસાર થતા જોઈને જંગલનો રાજા સિંહ પણ આશ્ચર્યથી તેમની સામે જોવા લાગે છે. જાણે કે તેમ કહી રહ્યો કે આને તો મને ગંભીરતાથી જ ન લીધો. બિચારો સિંહ પણ ચુપચાપ બેસી તે કાકાને ત્યાંથી પસાર થતાં જોતો રહ્યો.
વાયરલ વીડિયો પર લોકોએ ફની કોમેન્ટ કરી હતી
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @kashyap_memer નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ આ વીડિયો પર ખૂબ જ ફની કોમેન્ટ પણ કરી છે. કોમેન્ટ કરતી વખતે એક યુઝરે લખ્યું કે, “સિંહની કોઈ ઇજ્જત રહી નહીં, દોસ્ત.” બીજાએ લખ્યું કે, “ભાઈ સિંહ કરતાં પત્નીથી વધુ ડરે છે, એટલા માટે તેણે સિંહની સામે કોઈ પ્રતિક્રિયા ન આપી.” ત્રીજાએ લખ્યું કે, સિંહનો વીડિયો બનાવનાર કેમેરામેન પણ સિંહથી ડરી રહ્યો નથી. ચોથાએ લખ્યુ કે, “છોકરીના ચક્કરમાં મૃત્યુ સાથે ટક્કર. પાંચમાએ લખ્યું કે, “શેરને મળ્યો સવા શેર.”
આ પણ જૂઓ: ઊંટને બાઈક પર આંટો મરાવ્યો, વીડિયો જોઈને નહિ થાય આંખો પર વિશ્વાસ