ટ્રેન્ડિંગનેશનલ

Crime News: પ્રેમી-પ્રેમિકા માણતા હતા શરીર સુખ, બનાવી લીધો વીડિયો ને પછી…

Text To Speech

ભોપાલ, તા.6 ઓક્ટોબર: મધ્યપ્રદેશના સતનામાં એક વ્યક્તિએ પ્રેમી પંખીડાની અંતરંગ પળોનો વીડિયો બનાવી તેમને બ્લેકમેલ કરતો હતો. આ વાતથી નારાજ થઈને પ્રેમીએ તેના મિત્રો સાથે મળીને વીડિયો બનાવનારા શખ્સને મોતને ઘાટ ઉતારી દીધો હતો. સતના પોલીએ આ હત્યાકાંડનો આજે ખુલાસો કર્યો હતો.

શું છે મામલો

પોલીસના જણાવ્યા મુજબ, 3 ઓકટોબરે બપોરે 2.30 કલાકે ધારકુંડી-જૈતવારા માર્ગ પર મચખડા ગામ પાસે સડક કિનારે અરૂણ ત્રિપાઠીની લાશ પડી હોવાની સૂચના મળી હતી. પેટમાં ધારદાર હથિયારના ઘા મારવામાં આવ્યા હતા. જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

પ્રેમી પંખીડાના બનાવ્યો હતો અશ્લીલ વીડિયો

એસડીઓપી ચિત્રકૂટ વિક્રમ સિંહ કુશવાહે જણાવ્યું કે, 2 ઓક્ટોબરે આરોપી રિતિક તેની પ્રેમિકા સંજુ સાથે ફરવા ગયો હતો. જ્યાં મૃતક અરૂણ ત્રિપાઠીએ મોબાઇલથી તેમનો અશ્લીલ વીડિયો અને ફોટો લઇ લીધા હતા. જે બાદ મૃતક અરૂણે 10,000 રૂપિયાની માંગ કરી અને ન આપે તો ફોટો અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી હતી. આ વાતથી ગભરાયેલા પ્રેમી પંખીડાએ મૃતકને 2000 રૂપિયા આપ્યા પરંતુ તે 10,000ની માંગ પર અડગ રહ્યો. જેથી તેમણે બાકીના રૂપિયા પછી આપવાની વાત કહી હતી. દરમિયાન અરૂણે બંને જણાના મોબાઇલ લઇ લીધા હતા.

3 ઓક્ટોબરની બપોરે આશરે 1.30 કલાકે આરોપી તેના મિત્રો સાથે મચખડા ગામ પહોંચ્યો અને મૃતકને બાકીના પૈસા લેવા માટે ખેતર નજીકના મુખ્ય રોડ પર બોલાવ્યો. અરૂણ ત્યાં પહોંચ્યો ત્રે તેના મિત્રોએ ફોટો અને વીડિયો ફોનમાંથી હટાવવાની માંગ કરી. જેને લઈ આરોપીઓ અને અરૂણ વચ્ચે ઝઘડો થયો અને એકબીજાને ગાળો આપવા લાગ્યા. આ સમયે આરોપી ધારદાર હથિયાર લઈને અરૂણ પર તૂડી પડ્યો અને તેનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું.

આ પણ વાંચોઃ કેજરીવાલનો મોટો દાવો, હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાંથી ડબલ એન્જિન સરકાર જશે

Back to top button