ટ્રેન્ડિંગનેશનલ

દિલ્હીમાં લિવ-ઈન પાર્ટનરની હત્યા, આરોપીની ધરપકડ

Text To Speech

દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડ બાદ હવે રાજધાનીમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. તિલક નગરમાં મનપ્રીત નામના વ્યક્તિએ તેની લિવ-ઈન પાર્ટનર રેખા રાનીની ચાકુ મારીને હત્યા કરી હતી. હત્યા બાદથી તે ફરાર થઈ ગયો હતો. દિલ્હીની ક્રાઈમ બ્રાન્ચે તેની પંજાબમાંથી ધરપકડ કરી છે. પોલીસે જણાવ્યું કે તે અગાઉ પણ હત્યા અને અપહરણના કેસમાં સંડોવાયેલો છે.

murder
murder

આ ઘટના અંગે દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે મૃતકનું નામ રેખા રાની છે, જે છેલ્લા 15 વર્ષથી ગણેશ નગરમાં ભાડાના મકાનમાં રહેતી હતી. તિલક નગર પોલીસ સ્ટેશનને રાત્રે 12.28 કલાકે માહિતી મળી હતી. આ પછી એક ટીમ ઘરે પહોંચી અને જોયું કે દરવાજો બંધ હતો. જ્યારે પોલીસે દરવાજો ખોલ્યો તો તેમને રેખાની લાશ મળી.

રેખાની હત્યાનો પ્લાન શા માટે બનાવવામાં આવ્યો?

આ મામલે પોલીસે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસે જણાવ્યું કે આરોપી દિલ્હીમાં સેકન્ડ હેન્ડ કારના વેચાણ અને ખરીદીનો સોદો કરે છે. તેના પિતા યુએસમાં સ્થાયી થયા છે. તેના લગ્ન 2006માં થયા હતા. આરોપીને પત્ની સાથે તેને બે પુત્રો છે, પરંતુ 2015માં તે રેખા નામની મહિલાના સંપર્કમાં આવ્યો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. ત્યારપછી મનપ્રીતે ગણેશ નગરમાં ભાડા પર ઘર લીધું હતું. જેમાં તે રેખા સાથે લિવ-ઈનમાં રહેવા લાગ્યો હતો. ધીરે ધીરે તેને લાગ્યું કે તે હવે આ સંબંધમાં ફસાઈ રહ્યો છે, તેથી તેણે રેખાને ખતમ કરવાનો પ્લાન બનાવ્યો.

શ્રધ્ધા મર્ડર કેસ બાદ બનાવ્યો પ્લાન !

પોલીસના જણાવ્યા મુજબ, 1 ડિસેમ્બરની રાત્રે, આરોપી ફ્લેટ પર પહોંચ્યો અને રેખાની 16 વર્ષની પુત્રીને તેના ભોજનમાં ઊંઘની ગોળીઓ ભેળવીને તેને સૂવડાવી દીધી. ત્યારબાદ, આરોપીએ રેખાને તિક્ષ્ણ હથિયારથી રેખાની હત્યા કરી નાંખી. પોલીસને શંકા છે કે શ્રદ્ધા હત્યાકાંડ બન્યા બાદ આરોપીએ હત્યાની આ યોજના ઘડી હતી અને તેથી જ તેણે ધારદાર હથિયાર ખરીદ્યું હતું. પોલીસના કહેવા પ્રમાણે, આરોપીનું પ્લાનિંગ પણ આવું જ હતું, પરંતુ ઘરમાં 16 વર્ષની છોકરી હાજર હોવાથી તેણે ગુનો કર્યા પછી ફરાર થઈ ગયો હતો.

Back to top button