દમણમાં પ્રણય ત્રિકોણમાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી છે. શિવમસિંહ રાજપૂત નામના યુવકની હત્યા તેના જ બે મિત્ર રવિશંકર કૃષ્ણવિહારી અને રાજુ જગકિશને કરી નાંખી છે. મિત્ર શિવમની હત્યાના આરોપસર પોલીસે રવિશંકર અને રાજુની ધરપકડ કરી છે.
શિવમ અચાનક ગુમ થઈ ગયો હતો. જે બાબતે તેના કૌટુંબિક નાગેન્દ્રસિંહ રાજપૂતે દમણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેના આધારે તપાસ કરતી દમણ પોલીસને જાણવા મળ્યું કે- શિવમ ગુમ થયા પહેલા તેના બે મિત્ર રવિશંકર કૃષ્ણવિહારી અને રાજુ જગકિશન સાથે હતો..જેથી, પોલીસે રવિશંકર અને રાજુની કડકાઈથી પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા…તેમણે જ શિવમની હત્યા કર્યાની કબૂલાત કરી..તેમજ જે જગ્યાએ હત્યાને અંજામ આપ્યો હતો..તે સ્થળે લઈ ગયા…તેના આધારે પોલીસે શિવમની હત્યાનો ગુનો નોંધી રવિશંકર અને રાજુની ધરપકડ કરી.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે-શિવમની હત્યાનું કારણ પ્રણય ત્રિકોણ છે.મૃતક શિવમ, આરોપી રવિશંકર અને રાજુ મિત્રો હતા. રવિશંકરને એક યુવતી સાથે પ્રેમસંબંધ હતા..રવિશંકર સાથે દગો કરી તે યુવતીએ શિવમ સાથે પ્રેમસંબંધ બાંધ્યા હતા. આ વાતની જાણ રવિશંકરને થતાં તે રોષે ભરાયો અને પ્રેમમાં કાંટો બનનાર મિત્ર શિવમને કાયમ માટે વચ્ચેથી કાઢી નાંખવાનું નક્કી કર્યું. આ વાત રવિશંકરે તેના મિત્ર રાજુને કરી. રવિશંકર અને રાજુએ સાથે મળી શિવમની હત્યાનો પ્લાન બનાવ્યો. તેના ભાગરૂપે શિવમને દારૂની પાર્ટી કરવા બોલાવ્યો. શિવમ, રવિશંકર અને રાજુએ દારૂપાર્ટી કરી. ત્યારબાદ, બિયરની બોટલ ફોડી કાચના ટુકડાથી શિવમનું ગળુ કાપી હત્યા કરી અને સ્ટોર ક્વોરીની નજીકની ઝાડીમાં તેના મૃતદેહને ફેંકી ફરાર થઈ ગયા.