ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

MPમાં વ્યક્તિએ પોતાના જ પરિવારના 8 સભ્યોને કુહાડીથી કાપી નાખ્યા, પોતે લગાવી ફાંસી

Text To Speech
  • ભાઈ, ભાભી, પત્ની અને નાના બાળકની હત્યા કરવામાં આવી તો અન્ય એક બાળક ઘાયલ 

છિંદવાડા, 29 મે: મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લાના આદિવાસી બહુલ વિસ્તારમાં એક જ પરિવારના 8 લોકોની સામૂહિક હત્યાથી ખળભળાટ મચી ગયો છે. આ હત્યા પરિવારના વડા દ્વારા જ કરવામાં આવી છે. તેણે પરિવારના સભ્યોને કુહાડીથી કાપીને હત્યા કરી નાખી અને બાદમાં પોતે પણ ઝાડ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી છે. હત્યાનું કારણ શું હતું તે હજુ જાણી શકાયું નથી. માહુલઝીર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. SP મનીષ ખત્રીએ પરિવારના 8 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે.

 

SPએ કહ્યું કે, હત્યારો પરિવારનો સભ્ય હતો અને માનસિક રીતે બીમાર હતો. ગઈકાલે મંગળવારે રાત્રે તેણે ભાઈ, ભાભી, પત્ની અને નાના બાળક સહિત પરિવારના 8 લોકોની હત્યા કરી હતી. જે બાદ તેણે ગામથી 100 મીટર દૂર નાળા પાસે ઝાડ પર લટકીને આત્મહત્યા કરી લીધી હતી. આ ઘટનામાં એક બાળક ઘાયલ થયો છે.

પોલીસ ઘટના સ્થળે હાજર, આખા ગામને સીલ કરી દેવામાં આવ્યું

આ હ્રદયદ્રાવક ઘટના માહુલઝીર પોલીસ સ્ટેશન હેઠળના બોદલ કચર ગામમાં બની હતી. આ ઘટના એક આદિવાસી પરિવારમાં બની છે. આ ઘટના રાત્રે 3 વાગ્યાની આસપાસ ઘટી હતી. હાલ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર છે. આખા ગામને સીલ કરી દેવામાં આવ્યું છે. ઘટના અંગે લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે રવાના થઈ ગયા છે.

ઘટનાને પગલે ગામમાં ભયનો માહોલ છે. હત્યા કરનાર યુવકની માનસિક સ્થિતિ સારી ન હોવાની પણ ગ્રામજનોમાં ચર્ચા છે. તે અતરંગી પ્રકારનો હતો. જો કે હજુ સુધી પોલીસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી. આટલો મોટો ગુનો કર્યા બાદ આરોપીએ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. જેથી હવે પોલીસ આ મામલે તમામ પાસાઓની તપાસ કરી રહી છે.

આ પણ જુઓ: કોઈપણ સમયે થશે વિસ્ફોટ! તેલંગાણાના ડેપ્યુટી CMના ઘરને બોંબથી ઉડાવી દેવાની મળી ધમકી

Back to top button