કોર્ટે દાખલો બેસાડ્યો: બાળકી પર દુષ્કર્મના જઘન્ય અપરાધીને ફાંસીની સજા ફટકારી


કોલકાતા, 19 ફેબ્રુઆરી 2025: કોલકાતામાં એક 37 વર્ષના યુવકે સાત મહિનાની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ કર્યું હતું અને દુષ્કર્મ બાદ બાળકીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ હેવાન યુવકને હવે કોર્ટ આ જઘન્ય કૃત્યને ગુન્હો માન્યો છે અને તેને ફાંસીની સજા સંભળાવી છે. મંગળવારે કોલકાતાની બૈંકશાલ કોર્ટમાં આવેલી વિશેષ પોક્સો કોર્ટે આરોપીને મોતની સજા સંભળાવી હતી.કોર્ટે સોમવારે જ આરોપીને દોષિત ઠેરવ્યો હતો અને મંગળવારે તેની સજાની જાહેરાત કરી હતી.
આ કેસમાં કોર્ટે કહ્યું કે, આ ગુન્હો દુર્લભતમમાં દુર્લભ કેટેગરીમાં આવે છે અને એવા કિસ્સામાં અધિકતમ સજા આપવી ન્યાયસંગત હશે. અભિયોજન પક્ષે પણ કોર્ટને આગ્રહ કર્યો હતો કે ગુન્હાની ગંભીરતા જોતા દોષિતને મૃત્યુદંડની સજા આપવી જોઈએ.
કોર્ટે માત્ર 75 દિવસમાં પોતાનો ચુકાદો આપ્યો
આ જઘન્ય ગુનાની ઘટના કોલકાતાના બડતલ્લા વિસ્તારની છે, જ્યાં 30 નવેમ્બર 2024 ના રોજ, આરોપી રાજીવ ઘોષે સાત મહિનાની માસૂમ બાળકીનું અપહરણ કર્યું હતું અને તેની સાથે આ જઘન્ય ગુનો કર્યા પછી ભાગી ગયો હતો. પોલીસે તેને 5 ડિસેમ્બરે ઝારગ્રામ જિલ્લાના ગોપીવલ્લભપુરથી ધરપકડ કરી હતી. 5 ડિસેમ્બરે જ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો, જ્યાંથી તેને જેલમાં મોકલી દેવામાં આવ્યો. પોલીસે 30 ડિસેમ્બરે પહેલું ચાર્જશીટ દાખલ કરી અને થોડા દિવસો પછી પૂરક ચાર્જશીટ રજૂ કરી હતી. માત્ર 75 દિવસમાં જ કોર્ટે આ કેસની સુનાવણી પૂર્ણ કરી છે અને સજાની જાહેરાત કરી છે.
છ મહિનામાં સાત લોકોને ફાંસીની સજા
મળતી માહિતી મુજબ, પીડિત યુવતી હજુ પણ કોલકાતાના આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. અહીં ઉલ્લેખનિય છે કે, છ મહિનામાં પશ્ચિમ બંગાળમાં આ સાતમી મૃત્યુદંડની સજા છે. છેલ્લા છ મહિનામાં પશ્ચિમ બંગાળમાં કોર્ટે આપેલી આ સાતમી મૃત્યુદંડની સજા છે. પોક્સો એક્ટ હેઠળ જાતીય ગુનાના કેસમાં આ છઠ્ઠી મૃત્યુદંડની સજા છે.
આ પણ વાંચો: કેરલના ફુટબોલ સ્ટેડિયમમાં આગ લાગતા ભાગદોડ મચી, ફટાકડા ફુટવાના કારણે 30 લોકો ઘાયલ થયાં