નેશનલ

મન કી બાત : PM મોદીએ કહ્યું હવે ખેડૂતો સૌર ઉર્જાથી પણ કરી રહ્યા છે કમાણી

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ રવિવાર ના દિવસે મન કી બાતના 94મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમણે દેશવાસીઓને છઠ પર્વની પણ શુભેચ્છા પાઠવી હતી. સાથે-સાથે તેમણે કિસાન કુસુમ યોજના,સૌર ઉર્જા અને અવકાશ ક્ષેત્રે ભારતની સિદ્ધિઓ પર તેમજ ગુજરાતના મોઢેરા ગામનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે આ જોઈને અન્ય ગામોના લોકો મને સોલાર વિલેજ બનાવવા પત્ર પણ લખી રહ્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ છઠ પર્વની શુભેચ્છા પાઠવી

આ મન કી બાતમાં સૌ પ્રથમ દેશવાસીઓને છઠ પર્વની શુભેચ્છા પાઠવી. તેમણે કહ્યું કે તે સ્વચ્છતા પર ભાર મૂકે છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી-humdekhengenews

મોઢેરા ગામનો પણ કર્યો ઉલ્લેખ

મન કી બાત કાર્યક્રમમાં ગુજરાતના મોઢેરા ગામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે આ ગામમાં લગભગ તમામ ઘરો તેમની વીજળીની જરૂરિયાતો પૂરી કરવા માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરી રહ્યાં છે. ત્યાંના લોકો સૌર ઉર્જા દ્વારા માત્ર વીજળીનો ઉપયોગ કરતા નથી પરંતુ તેનાથી કમાણી પણ કરી રહ્યા છે. પીએમે વધુમાં કહ્યું કે મોઢેરા ગામથી પ્રેરિત થઈને અન્ય ગામોના લોકો પણ મને તેમના ગામોને સોલાર વિલેજ બનાવવા માટે પત્ર લખી રહ્યા છે.

સૌર ઉર્જાથી કમાણી કરી રહ્યા ખેડૂતો

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ સૌર ઉર્જા પર ભારતની ઉપલબ્ધિઓ પણ ગણાવી. તેમને કહ્યું કે આખી દુનિયા સૌર ઉર્જા પર તેના ભવિષ્ય પર નજર રાખી રહી છે. અમે અમારા ખેડૂત ભાઈઓ માટે કિસાન કુસુમ યોજના શરૂ કરી. જે અંતર્ગત ખેડૂતો સોલાર પંપ લગાવી રહ્યા છે. હવે ખેડૂતો સૌર ઉર્જાથી પણ કમાણી કરી રહ્યા છે. અને તેમણે તમિલનાડુના કાંચીપુરમના એક ખેડૂતનો પણ ઉલ્લેખ કર્યો. જેમણે પોતાના ખેતરમાં દસ હોર્સ પાવરનો સોલાર પંપ સેટ લગાવ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી-humdekhengenews

અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિઓની કરી પ્રશંસા

ભારતના સ્પેસ સેક્ટર ISROની સિદ્ધિઓ વિશે જણાવતા પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ એ કહ્યું કે ISRO એ નવીનતમ લોન્ચ સાથે ભારતને વૈશ્વિક વ્યાપારી બજારમાં મજબૂત ખેલાડી બનાવ્યું છે. અને અંતરિક્ષ ક્ષેત્રમાં ભારતની ઉપલબ્ધિઓની પણ પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે એક સમય હતો જ્યારે ભારતને ક્રાયોજેનિક ટેક્નોલોજી આપવાનો ઇનકાર કર્યો હતો. પરંતુ ભારતે પોતે જ કામ કર્યું અને આજે તે પોતાની ટેક્નોલોજીથી સેટેલાઇટ લોન્ચ કરી રહ્યું છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી-humdekhengenews

જમ્મુ-કાશ્મીરમાં 30,000 સરકારી જગ્યાઓ પર ભરતી કરાઈ

જમ્મુ અને કાશ્મીર રોજગાર મેળાને વીડિયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે 21મી સદીનો આ દાયકો જમ્મુ અને કાશ્મીરના ઈતિહાસનો સૌથી મહત્વપૂર્ણ દાયકા છે. આગામી દિવસોમાં અન્ય વિભાગોમાં પણ 700 થી વધુ નિમણૂંક પત્રો આપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અને આજે સરકારી સેવાઓમાં જોડાતા યુવાનોએ પારદર્શિતાને પોતાની પ્રાથમિકતા બનાવવી પડશે. 2019 થી રાજ્યમાં 30,000 સરકારી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે.

જેમાં છેલ્લા વર્ષમાં લગભગ 20,000 નોકરીઓ આપવામાં આવી છે. હવે જૂના પડકારોને પાછળ છોડીને નવી શક્યતાઓનો લાભ લેવાનો સમય છે. આપણા યુવાનો જ જમ્મુ-કાશ્મીરમાં વિકાસની નવી ગાથા લખશે. આજે આ રાજ્યમાં રોજગાર મેળાનું આયોજન ખૂબ જ વિશેષ છે.

આ પણ વાંચો : રાજ્યમાં તાલુકા વિકાસ અધિકારીઓની ફરી હંગામી ધોરણે બદલી અને બઢતી, જુઓ સમગ્ર લિસ્ટ

Back to top button