જીવદયા: ભેંસોને ગરમીથી બચાવવા માટે વ્યક્તિએ તબેલામાં લગાવ્યા AC
- અમીર લોકોને પણ શરમ આવી જાય તેવો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
HD ન્યૂઝ ડેસ્ક, 8 મે: સમગ્ર રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધી રહ્યો છે ત્યારે પશુ પક્ષીઓને ગરમીમાં રાહત મળી રહે તે માટે એક વ્યકિતએ એવું કામ કકર્યું છે જે જોઈને લોકો તેણી ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. પોતાની ભેંસોને કાળઝાળ ગરમીથી બચાવવા માટે એક વ્યક્તિએ તેના તબેલામાં બે એસી લગાવ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત છે. જેમાં રાજ્યમાં તાપમાન 43 ડિગ્રી પહોંચ્યું છે. આ કાળઝાળ ગરમીથી બચવા માટે માણસો શક્ય તમામ પ્રયાસો કરી રહ્યા છે. કેટલાક તેમના રૂમમાં એસી લગાવી રહ્યા છે આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને અમીર લોકોને પણ શરમ આવી જાય. સામાન્ય રીતે લોકો ગરમીથી બચવા માટે એસી લગાવે છે, ત્યારે એક વ્યક્તિ એવી છે કે, જેણે પોતાની ભેંસને ગરમીથી બચાવવા માટે તેમના તબેલામાં બે એસી લગાવ્યા છે. આ વ્યક્તિના માટે લોકો વખાણ કરતાં થાકતા નથી.
View this post on Instagram
શું છે વીડિયોમાં?
વીડિયોમાં બતાવામાં આવ્યું છે કે કેટલીક ભેંસો અને તેમના બાળકો એક તબેલામાં બાંધેલા છે. તેઓ ગરમીથી પીડાય નહીં તેની ખાતરી કરવા માટે તેમના માલિકે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે. પોતાના પશુઓને બચાવવા માટે માલિકે તબેલામાં બે એસી લગાવ્યા છે. આ સાથે પાંખ પણ લગાવ્યા છે. નીચા તાપમાનને કારણે ભેંસ અને તેમના બાળકો આરામ કરી રહ્યાં છે. લાચાર પશુઓને ગરમીથી બચાવવા માટે પીવાના પાણી અને છાંયડાની વ્યવસ્થા કરી છે. વીડિયો જોયા બાદ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.
આ પણ વાંચો..ગરમીને કારણે બેહોશ થયેલા વ્યક્તિને પાણી ન પીવડાવવું જોઈએ, શા માટે આવું કહ્યું આરોગ્ય મંત્રાલયે?