લો બોલો! બેન્કમાંથી પૈસા નહીં પણ ફોન ચોરીને રફ્ફુચક્કર થઈ ગયો, જૂઓ વીડિયો
HD News Desk (અમદાવાદ), 03 એપ્રિલ: આજના સમયે આંખના પલકારે ચોરીના બનાવો વધી ગયા છે. જો કે, બેન્કમાં બંદૂકની અણીએ લૂંટફાટ મચાવવાના કિસ્સા પણ તમે સાંભળ્યા જ હશે. આ વખતે બેન્કમાં પૈસા નહીં પણ બીજી વસ્તુ ચોર્યાનું જાણવા મળ્યું છે. જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં વ્યક્તિ પૈસાની નહીં પરંતુ ફોનની ચોરી કરતો જોવા મળી રહ્યો છે. જેમાં તે બેન્કના કર્મચારીઓનો ફોન ચોરી કરતો દેખાય છે.
ફોન ચોર્યાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
View this post on Instagram
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં નજરે આવે છે કે, એક શખ્સ ડેસ્ક પાસેની ખુરશી પર બેઠે છે. પહેલા તો તે આમ-તેમ ફાંફા મારે છે. પછી ધીમેથી પોતાનો હાથ ડેસ્ક પર રાખેલા ફોન તરફ આગળ વધારે છે. થોડીવારમાં જ ત્યાંથી તે ફોન ઉપાડીને રફ્ફુચક્કર થઈ જાય છે. આ વીડિયોને ઇન્સ્ટાગ્રામ પર ghantaa નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરતી વખતે યુઝરે કહ્યું, ‘સવારે એક વ્યક્તિ બેન્કમાં ખાતું ખોલાવવા આવ્યો. તેણે પોતાનું ખાતું પણ ન ખોલ્યું અને બેન્ક કર્મચારીનો iPhone 13 ચોરીને નાસી ભાગ્યો.
વીડિયોને લાખો લોકોએ જોયો
આ વીડિયોને અત્યાર સુધી 1.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે અને 26 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઇક કર્યો છે. વીડિયો જોયા બાદ લોકો ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, ભાઈએ ઇન્વેસ્ટ કરવાથી પહેલા ઇન્ટરેસ્ટ લઈ લીધું છે. બીજા યુઝરે લખ્યું કે, હવે બોલો કે, કાઉન્ટર નંબર પાંચ પર જાઓ. ત્રીજા યુઝરે લખ્યું કે, બેન્ક સામાન્ય જનતાને છેતરે છે, આ વ્યક્તિએ તો બેન્કરોને છેતરી નાખ્યા. એક યુઝરે લખ્યું કે, કમ સે કમ બાઉન્સ થયેલા ચેકનું રિફંડ લઈ જતો. અન્ય એકે કહ્યું, પાસવર્ડ તો માંગી લેતો.
આ પણ વાંચો: ટ્રેનમાં વોશરૂમ જવા માટે આ વ્યક્તિને બનવું પડ્યું સ્પાઈડરમેન, જુઓ વીડિયો