ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

25 હજારના સિક્કા સાથે નોમિનેશન ફોર્મ ભરવા પહોંચ્યા ઉમેદવાર, જાણો શું છે કારણ

Text To Speech

જબલપુર (મધ્યપ્રદેશ), 21 માર્ચ: 2024ની લોકસભા ચૂંટણીની તારીખ નક્કી થયા બાદ તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રથમ તબક્કાની ચૂંટણી માટે નોમિનેશન પ્રક્રિયા પણ 20 માર્ચથી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન મધ્યપ્રદેશના જબલપુરથી ઉમેદવારી નોંધાવવાનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. વાસ્તવમાં જબલપુરમાં પહેલા તબક્કામાં જ ચૂંટણી છે, આ અંગે ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરી દીધું છે. આ સમય દરમિયાન જબલપુરના એક અપક્ષ ઉમેદવારે ચૂંટણી લડવા માટે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે 25,000 રૂપિયાના સિક્કા લઈને જિલ્લા મેજિસ્ટ્રેટની ઑફિસ પહોંચ્યા હતા.

સિક્કાઓ દ્વારા ચૂકવણી કરીને નોંધાવી ઉમેદવારી

વિનય ચક્રવર્તી જબલપુરમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા માંગે છે. જેને લઈને બુધવારે તેમણે જિલ્લા મેજિસ્ટ્રેટની ઑફિસમાં રૂપિયા 10, રૂપિયા 5 અને 2 રૂપિયાના સિક્કામાં કુલ 25,000 રૂપિયાની રકમ જામીન તરીકે આપી હતી. આ અંગેનો ખુલાસો કરતાં વિનય ચક્રવર્તીએ જણાવ્યું હતું કે જિલ્લા મેજિસ્ટ્રેટની ઑફિસમાં ડિજિટલ અથવા ઑનલાઈન મોડ દ્વારા ચુકવણી કરવાની કોઈ સુવિધા નથી, તેથી તેમણે તેમની પાસે ઉપલબ્ધ સિક્કાઓમાં રકમ ચૂકવી હતી.

વિનય ચક્રવર્તી અપક્ષ ચૂંટણી લડવા માંગે છે

તેમણે કહ્યું, હું એક અપક્ષ ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડવા માંગુ છું. જબલપુર જિલ્લાના રિટર્નિંગ ઓફિસર અને જિલ્લા મેજિસ્ટ્રેટ દીપક કુમાર સક્સેનાએ કહ્યું કે સંભવિત ઉમેદવાર વતી સિક્કામાં કરવામાં આવેલી ચુકવણી પ્રાપ્ત થઈ ગઈ છે. આ માટે ઉમેદવારને રસીદ પણ જારી કરાઈ છે. લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે નામાંકન ભરવાની પ્રક્રિયા બુધવાર એટલે કે 20 માર્ચથી શરૂ થઈ ગઈ છે. મધ્યપ્રદેશની અડધો ડઝન બેઠકો પર પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે મતદાન થશે.

આ પણ વાંચો: શું તમે જાણો છો કે ચૂંટણી વખતે પકડાયેલો દારૂ અને પૈસા ક્યાં જાય છે?

Back to top button