ટોપ ન્યૂઝનેશનલ

નૂપુર શર્માની હત્યા કરવા ભારતમાં ઘુસ્યો શખ્સ, 11 ઈંચની છરી સાથે…

Text To Speech

નુપુર શર્મા ન્યૂઝઃ રિઝવાન અશરફ નુપુર શર્માને મારવા માટે 11 ઈંચની છરી સાથે ભારતમાં ઘુસ્યો હતો. પરંતુ તે પોતાના ઈરાદામાં સફળ થાય તે પહેલા જ સીમા સુરક્ષા દળના જવાનોએ તેની ધરપકડ કરી લીધી હતી. રિઝવાનની બેગમાંથી બે છરીઓ મળી આવી હતી. એવું પણ જાણવા મળ્યું છે કે રિઝવાનને ખબર ન હતી કે નૂપુર ક્યાં રહે છે? તે ફક્ત તેમને કોઈક રીતે મારવા માંગતો હતો.

nupur-sharma

દરમિયાન હવે ખબર પડી છે કે રિઝવાન ભારતમાં કેવી રીતે ઘુસ્યો? જો કે, આંતરરાષ્ટ્રીય સરહદ નજીક પાકિસ્તાન તરફથી વારંવાર ઘૂસણખોરી કરવામાં આવે છે. પરંતુ નુપુરને મારવાની યોજના બનાવીને ભારતમાં પ્રવેશેલા રિઝવાનની કહાની અલગ છે.જ્યારે BSFના જવાનોએ રાજસ્થાનના શ્રીગંગાનગર નજીક બોર્ડર પાસે રિઝવાનને શંકાસ્પદ હાલતમાં જોયો ત્યારે ત્યાંથી તેની ધરપકડ કરવામાં આવી હતી. રિઝવાનને 16 જુલાઈની રાત્રે લગભગ 11 વાગે હિંદુમલકોટ બોર્ડર ફેન્સિંગ પર બીએસએફની પેટ્રોલિંગ ટીમે પકડ્યો હતો. રિઝવાન અશરફની પૂછપરછમાં ઘણા ખુલાસા થઈ રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રિઝવાન અશરફ ગૂગલ મેપની મદદથી સરહદની નજીક પહોંચી ગયો હતો. પોલીસે જણાવ્યું છે કે 24 વર્ષીય રિઝવાન અશરફનું ઘર આંતરરાષ્ટ્રીય બોર્ડરથી લગભગ 180 કિમી દૂર છે. તે પાકિસ્તાન સ્થિત પંજાબ પ્રાંતના કોઠીયાલ શેખનો રહેવાસી છે.

ભારતમાં ઘૂસવા માટે આ ઘુસણખોર 5 બસ બદલીને સરહદ નજીક પહોંચી ગયો હતો. સીમા પાર કરવા માટે 20 કિમી ચાલી. આ અંતર તેણે ગૂગલ મેપની મદદથી કવર કર્યું હતું.પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે નૂપુર શર્માના પયગંબર મોહમ્મદ પરના વિવાદાસ્પદ નિવેદન બાદ રિઝવાન ખૂબ જ ગુસ્સામાં હતો. તે તેમને મારવા માંગતો હતો. આથી તે પોતાના ગામમાંથી સરહદ ઓળંગીને ભારતમાં પ્રવેશ્યો હતો.પોલીસના જણાવ્યા અનુસાર, તે જાણતો ન હતો કે તે ભારતમાં કઈ પોસ્ટ પર પહોંચશે અથવા નૂપુર શર્મા ક્યાં રહે છે. આમ છતાં તેણે ભારત આવવાનું નક્કી કર્યું. હાલ તેની ધરપકડ બાદ તેની પૂછપરછ ચાલી રહી છે.

Back to top button