અન્ય મહિલા સાથે ફરવા જતાં પતિનું મોત થઈ ગયું, પત્નીએ પ્રેમિકા પાસે 70 લાખનું વળતર માગ્યુ!
ચીન, 9 જાન્યુઆરી 2025 : ચીનમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિ પોતાની પ્રેમિકા સાથે નશો અને ડિનર કરીને ઘરે પરત ફરી રહ્યો હતો. સીટ બેલ્ટ નહીં પહેરવાના કારણે ચાલતી કારમાંથી પડીને તેનું મોત થયું છે. હવે પત્નીએ પતિની પ્રેમિકા પાસેથી 70 લાખનું વળતર માગ્યું છે. શખ્સની વિધવાનું કહેવું છે કે તેને પોતાના પતિના આડા સંબંધોની જાણ નહોતી. કારણ કે પતિનું મોત અન્ય મહિલાની કારથી પડીને થયું છે, તો તેણે વળતર આપવું પડશે. આ મામલામાં પોલીસ ફરિયાદ બાદ મહિલા કોર્ટ સુધી પહોંચી ગઈ. કોર્ટના આદેશ પર મહિલાને વળતર આપવું પડશે.
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટ અનુસાર, આ ઘટના 2022માં થઈ હતી. વાંગ નામની એક વિવાહિત વ્યક્તિની મુલાકાત લિયૂ નામની એક મહિલા સાથે થઈ અને તેણે તેની સાથે આડા સંબંધ શરુ કરી દીધો. જૂલાઈ 2023માં વાંગ અને લિયૂ વચ્ચે સંબંધ ખતમ કરવાને લઈને દલીલો થઈ. બંનેએ એક રેસ્ટોરન્ટમાં ભોજન લીધું અને નશામાં કાર લઈને નીકળી પડ્યા. લિયૂ ગાડી ચલાવી રહી હતી. વાંગમાં પણ નશામાં હતો અને સીટબેલ્ટ વિના બેઠો હતો. યાત્રા દરમ્યાન તે ચાલતી કારમાંથી નીચે પડી ગયો.
ગભરાયેલી મહિલાએ એમ્બ્યૂલન્સ બોલાવી અને તેને હોસ્પિટલમાં લઈ ગઈ. પણ 24 કલાકમાં બાદ મગજની નસમાં ઈજા થવાના કારણે વાંગનું મોત થઈ ગયું. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, વાંગે સીટબેલ્ટ ન પહેરવાના કારણે તે પડી ગયો અને લિયૂને દોષિત માની શકાય નહીં. જો કે, વાંગની પત્નીએ પોતાના દિવંગત પતિની ગર્લફ્રેન્ડ પાસેથી 6 લાખ યુઆન એટલે કે લગભગ 70.36 લાખ રુપિયાનું વળતર માગ્યું.
જ્યારે આ કેસ કોર્ટમાં પહોંચ્યો તો જજે પત્નીને પુરેપુરા રુપિયાના દાવાને ફગાવી દીધો પણ લિયૂને 65,000 યુવાન એટલે કે 8 લાખ વળતર આપવાનો આદેશ આપ્યો. કોર્ટે લિયૂને વાંગના મોત માટે જવાબદાર ઠેરવી નથી.
આ પણ વાંચો : પ્રવાસી ભારતીય દિવસ – 2025: ભારતના વૈશ્વિક સમુદાયની કરાશે ઉજવણી