આણંદઃ 25 વર્ષની પરણિતા પર જેસરવાના શખસે કર્યું દુષ્કર્મ, અઢી વર્ષના પુત્ર સામે જ માતાને પીંખી નાંખી
આણંદ નજીક પેટલાદના અંતરીયાળ ગામમાં રહેતી 25 વર્ષની પરણિતા પર જેસરવાના શખસે દુષ્કર્મ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરણિતા જ્યારે તેના અઢી વર્ષના પુત્ર સાથે પિયર જઈ રહી હતી તે સમયે જેસરવાના શખસે તેને રોકીને તેની સાથે દુષ્કર્મ કર્યું હતું. બે માસ પહેલા બનેલી આ ઘટના અંગે પરિવાર સાથે ચર્ચા કર્યા બાદ પરણિતાએ આખરે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શખસની ધરપકડ કરી છે.
પેટલાદ તાલુકાના એક ગામમાં રહેતી 25 વર્ષીય પરણિતા બે માસ અગાઉ તેના અઢી વર્ષના પુત્ર સાથે પિયરમાં જવા નીકળી હતી. તે પગપાળા ચેપીતલાવડી ગામની સીમમાં નળીના વળાંક પાસેથી પસાર થઈ રહી હતી. ત્યારે પરિણીતા કંઈ સમજે વિચારે તે પહેલાં જ તેણે તેને બાવડેથી પકડી અને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. જેને પગલે પરણિતા ભયભીત થઈ ગઈ હતી.
એ પછી તેણીને ઢસડીને તે ઓરડી પાછળ લઈ ગયો હતો. જ્યાં તેની મરજી વિરૂદ્ધ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું. પીડિતાએ સમગ્ર બાબતની જાણ તેના પતિ સહિત સાસરીયા વાળાઓને કરી હતી. જે બાદ પીડિતાએ પેટલાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી