ટ્રેન્ડિંગનેશનલ

ઓડિશા: ટ્રેનની છત પર ચડી ગયો શખ્સ, ભૂલથી 11KVના તારને અડી જતાં ભડકો થયો, સારવાર દરમ્યાન મૃત્યુ

Text To Speech

ઓડિશા, 23 જાન્યુઆરી 2025: રાયગડા રેલવે સ્ટેશન પર એક દર્દનાક ઘટના સામે આવી છે. માલગાડી પર ચડેલો શખ્સ હાઈ વોલ્ટેજ કરંટના તારને અડી ગયો અને પળવારમાં આગનો ગોળો બનીને નીચે પડી ગયો. ભયંકર રીતે દાઝી જવાના કારણે આ શખ્સનું હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થઈ ગયું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેને જઈને તમે પણ ડરી જશો. આ ઘટના મંગળવાર સવારની છે.

મૃતકની ઓળખાણ નરસિંહ કાંડા તરીકે થઈ છે. જેની ઉંમર 55 વર્ષની હોવાનું કહેવાય છે. જે ઓડિશાના નુઆપાડા જિલ્લાના બદનાલા ગામનો રહેવાસી હતો. જાણકારી અનુસાર, નરસિંહ કાંડા પોતાના પરિવાર સાથે સિકંદરપુરમાં મજૂરી કામ કરવા આવ્યો હતો. સ્વાસ્થ્ય નબળું રહેવાના કારણે તેણે ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો.

લોકોએ ચેતવણી આપી

મંગળવાર સવારે લગભગ 10 વાગ્યે નરસિંહ, પ્લેફોર્મ નંબર 5 પર એક માલગાડી ટ્રેનના ડબ્બા પર ચડવાની કોશિશ કરી રહ્યો હતો. આ દરમ્યાન અમુક લોકોએ તેને ચેતવણી પણ આપી હતી. પણ તે ઉપર પડ્યો. નરસિંહ જેવો માલગાડી પર ચડ્યો અને તેનો હાથ 11KVના એક જીવંત તાર પર અડી ગયો. જેનાથી તેને જબરદસ્ત કરંટ લાગ્યો. આ ઘટના બાદ તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો.

સારવાર દરમ્યાન મૃત્યુ થયું

રેલવે સુરક્ષા દળના અધિકારીઓએ તરત તેની મદદ કરી અને રાયગડા જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, જો કે સારવાર દરમ્યાન તેનું મૃત્યુ થઈ ગયું. જીઆરપીએ તેનો મોબાઈલ લઈ લીધો અને તેમના પરિવારને આ દુખદ ઘટના વિશે જાણ કરી.

આ પણ વાંચો: પંચાયત વેબ સિરીઝ: ફુલેરા ગામમાં પહોંચ્યા અમિતાભ બચ્ચન, વિકાસની બોલતી બંધ થઈ, વિધાયકજી ડરી ગયાં

Back to top button