વ્યક્તિએ 130 વર્ષ જૂના કેમેરાથી ખેંચી રગ્બી મેચની તસવીરો, ફોટો જોઈને દંગ રહી જશો
HD ન્યૂઝ ડેસ્ક, 4 ઓકટોબર: જૂની વસ્તુઓનો હંમેશા પોતાનો ક્રેઝ હોય છે. એક વ્યક્તિએ 130 વર્ષ જૂના પેનોરેમિક કેમેરા પર રગ્બી મેચ શૂટ કરી અને તેના પરિણામોને એક વીડિયોમાં શેર કર્યો, જે વાયરલ થયો છે અને સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ઉત્સાહિત જોવા મળ્યા છે. આ તસવીરો જોઈને કોઈને પણ વીતેલા દિવસો યાદ આવી જશે. માઇલ્સ માયર્સકોફ-હેરિસ નામના યુઝરે ઇંગ્લેન્ડના બાથમાં આઇકોનિક રિક્રિએશન ગ્રાઉન્ડ (સામાન્ય રીતે રેક તરીકે ઓળખાય છે) ખાતે વીડિયો શૂટ કર્યો હતો, જેમાંથી એક ક્વાર્ટર રગ્બી યુનિયન સીઝન દરમિયાન બાથ રગ્બી નામની ક્લબને લીઝ પર આપવામાં આવે છે.
જૂઓ અહીં વીડિયો
View this post on Instagram
વાયરલ વીડિયોમાં હેરિસે કેમેરામાં રગ્બી મેચ શૂટ કર્યા બાદ ક્લિક થયેલી તસવીરો શેર કરી હતી, જે ખૂબ જ સુંદર હતી. માઈલ્સે તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું કે, “રગ્બીને 130 વર્ષ જૂના પેનોરેમિક કેમેરા પર શૂટ કર્યું. ઈતિહાસમાં ડૂબેલું એક સ્ટેડિયમ, @bathrugbyનું ઘર, ધ રેક, રગ્બીની દુનિયામાં સૌથી વધુ પ્રતિષ્ઠિત સ્થળોમાંનું એક બની ગયું છે. આ સમૃદ્ધ ઇતિહાસની ઉજવણી કરવા માટે, તેને 130 વર્ષથી વધુ જૂના કેમેરામાં કેદ કરવાનું યોગ્ય લાગ્યું, જે ક્લબ જેટલું જૂનું છે. “શું તમે ક્યારેય ધ રેકમાં રમત જોઈ છે?” આ વીડિયોને બાથ રગ્બીના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા પણ શેર કરવામાં આવ્યો હતો.
આ તસવીરોએ સોશિયલ મીડિયા યુઝર્સને જૂની યાદોમાં લઈ ગઈ અને લોકોએ કોમેન્ટ સેક્શનમાં પણ આ વાત વ્યક્ત કરી. એક યુઝરે લખ્યું કે, “આ અદ્ભુત છે, શેર કરવા બદલ આભાર.” બીજાએ લખ્યું, “જૂના દિવસોની યાદ આવી ગઈ.” ઉલ્લેખનીય છે કે, માઈલ્સ માયર્સકોફ-હેરિસના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 6 લાખ ફોલોઅર્સ છે અને તે અવારનવાર પોતાના એકાઉન્ટ પર આવી જૂની તસવીરો શેર કરે છે.
આ પણ જૂઓ: અવકાશમાંથી પૃથ્વીનો સૂર્યોદય કેવો દેખાય છે? સામે આવ્યો અદ્દભુત વીડિયો!