ટોપ ન્યૂઝનેશનલ

દિલ્હી: હવાલા એજન્ટની ધરપકડ, આતંકી સંગઠનોને પૂરા પાડતો રૂપિયા

Text To Speech

દિલ્હી પોલીસ અને જમ્મુ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા સંયુક્ત ઓપરેશનમાં દિલ્હીના તુર્ક ગેટ પાસેથી હવાલા એજન્ટની ધરપકડ કરવામાં આવી છે. આ એજન્ટ લશ્કર અને અલ બદર જેવા આતંકવાદી સંગઠનોને હવાલા દ્વારા પૈસા પૂરા પાડતો હતો. મોહમ્મદ યાસીન નામના આ હવાલા ઓપરેટરે કાશ્મીરના એક આતંકવાદીને 10 લાખ રૂપિયા પણ ટ્રાન્સફર કર્યા હતા, જેનો પાછળથી આતંકવાદી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

Mohammad Yasin terrorist
Mohammad Yasin terrorist

તુર્ક ગેટનો રહેવાસી મોહમ્મદ યાસીન આતંકવાદી સંગઠન લશ્કર અને અલ બદરના એજન્ટ તરીકે કામ કરતો હતો. 17 ઓગસ્ટના રોજ મોહમ્મદ યાસીને જમ્મુ અને કાશ્મીરના આતંકવાદી ઓપરેટિવ અબ્દુલ હમીદ મીરને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે લગભગ 10 લાખ રૂપિયા મોકલ્યા હતા. આ સંદર્ભે જમ્મુ-કાશ્મીર પોલીસે કેસ નોંધ્યો હતો અને જમ્મુ બસ સ્ટેન્ડ પાસેથી હામિદની ધરપકડ કરી હતી. તેમના કહેવા પર દિલ્હીથી આ ધરપકડ કરવામાં આવી છે.

યાસીન પાસેથી 7 લાખ રૂપિયા મળી આવ્યા

યાસીનનો દિલ્હીના મીના બજારમાં કપડાંનો બિઝનેસ છે. પોલીસે યાસીન પાસેથી સાત લાખ રૂપિયા રોકડા, એક મોબાઈલ ફોન જપ્ત કર્યો છે. મોહમ્મદ યાસીન હવાલા મની ચેનલ તરીકે કામ કરતો હતો. તે વિદેશમાં સ્થિત તેના સ્ત્રોતો પાસેથી નાણાં એકત્ર કરતો હતો અને તેને જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી જૂથોને મોકલતો હતો. પૂછપરછ દરમિયાન મોહમ્મદ યાસીને ખુલાસો કર્યો હતો કે હવાલાના નાણાં સુરત અને મુંબઈમાં દક્ષિણ આફ્રિકા મારફતે ભારત મોકલવામાં આવતા હતા.

દિલ્હીથી કુરિયર દ્વારા રૂપિયા મોકલવામાં આવ્યા

આ હવાલા ચેઈનમાં મોહમ્મદ યાસીન દિલ્હીનો કડી હતો અને આ રકમ દિલ્હીથી જમ્મુ-કાશ્મીરમાં અલગ-અલગ કુરીયર મારફતે ટ્રાન્સફર કરતો હતો. આ રકમ જમ્મુ-કાશ્મીરમાં લશ્કર-એ-તૈયબા અને અલ બદરના આતંકવાદીઓને આપવામાં આવી હતી.

દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનરે માહિતી આપી

દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર એચ.જી. ધાલીવાલે કહ્યું કે તાજેતરમાં દક્ષિણ આફ્રિકાથી યાસીનને હવાલા દ્વારા 24 લાખ રૂપિયા મોકલવામાં આવ્યા હતા, જેમાંથી તેણે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને બે અલગ-અલગ કુરિયર દ્વારા 17 લાખ રૂપિયા મોકલ્યા હતા. ધરપકડ કરાયેલા આરોપી અબ્દુલ હમીદ મીરને તેણે આપેલા 10 લાખ રૂપિયા J&K પોલીસે જપ્ત કર્યા છે, જ્યારે સર્ચ દરમિયાન તેના ઘરેથી 7 લાખ રૂપિયા મળી આવ્યા છે.

Back to top button