ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ઈદ પર મમતા દીદીનું વચન, “હું ઈદ પર વચન આપું છું, હું મારો જીવ આપીશ પણ…”

Text To Speech

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઈદના અવસર પર જનતાને વચન આપ્યું. મમતાએ કહ્યું કે અમે દેશમાં ભાગલા નથી ઈચ્છતા.આ સિવાય, તે ઈદ પર વચન આપે છે કે તે પોતાનો જીવ આપી દેશે પરંતુ દેશનું વિભાજન થવા દેશે નહીં. સીએમ મમતા બેનર્જી કોલકાતાના રેડ રોડ પર ઈદની નમાજ બાદ એક સભાને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે લોકોને 2024ની લોકસભા ચૂંટણીમાં એકજુટ થઈને ભાજપને હરાવવાની અપીલ કરી હતી.

મમતા બેનર્જીએ કહ્યું, ‘અમે બંગાળમાં શાંતિ ઈચ્છીએ છીએ. અમને રમખાણો નથી જોઈતા, અમે દેશમાં ભાગલા નથી ઈચ્છતા, અમે શાંતિ ઈચ્છીએ છીએ. કેટલાક લોકો દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને નફરતની રાજનીતિ કરી રહ્યા છે. હું મારો જીવ આપવા તૈયાર છું પણ દેશના ભાગલા નહીં થવા દઉં.

ભાજપને તોફાનો કરાવતી પાર્ટી ગણાવી

સીએમ મમતા બેનર્જીએ બીજેપીને તોફાનો કરાવતી પાર્ટી ગણાવતા કહ્યું, હું તમને માત્ર એટલું કહેવા માંગુ છું કે શાંત રહો, કોઈની વાત ન સાંભળો. મારે ‘તોફાન કરાવતી પાર્ટી’ સાથે લડવું છે, એજન્સીઓ સાથે પણ લડવું પડશે. હું મારી હિંમતના સહારે તેમની સામે લડી રહી છું. હું તેમની આગળ ઝૂકીશ નહીં.

મુસ્લિમ વોટ પર આ કહ્યું

મમતા બેનર્જીએ કહ્યું, “કોઈ બીજેપી પાસેથી પૈસા લે છે અને કહે છે કે અમે મુસ્લિમ વોટ વહેંચીશું. હું તેમને કહું છું કે તેમનામાં ભાજપ માટે મુસ્લિમ મતો વહેંચવાની હિંમત નથી. આ મારું તમને વચન છે. ચૂંટણીને હજુ એક વર્ષ છે. જોઈએ છીએ કે-કોણ જીતે છે અને કોણ નહીં.

મમતાએ વધુમાં કહ્યું કે, જો લોકશાહી જશે તો બધું જ જશે. આજે બંધારણ બદલાઈ રહ્યું છે, ઈતિહાસ બદલાઈ રહ્યો છે. તેઓ NRC લાવ્યા. મેં તેમને કહ્યું કે હું તેઓને આવું કરવા નહીં દઉં.

આ પણ વાંચોઃ Mumbai : સેક્સ રેકેટનો પર્દાફાશ, પ્રખ્યાત ભોજપુરી અભિનેત્રીની સુમન યાદવની ધરપકડ

Back to top button