ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

મમતા સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી, સંદેશખલી કેસમાં CBI તપાસ સામે દાખલ કરી અરજી

Text To Speech

કોલકાતા (પશ્ચિમ બંગાળ), 28 એપ્રિલ: પશ્ચિમ બંગાળની સરકાર સંદેશખલી કેસમાં CBI તપાસના હાઇકોર્ટના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જેની સુનાવણી સોમવારે એટલે કે 29 એપ્રિલ થશે. જેમાં અરજી દાખલ કરીને રાજ્ય સરકારે સંદેશખલીમાં મહિલાઓ વિરુદ્ધ અપરાધો અને જમીન પચાવી પાડવાના આરોપોની CBI તપાસના નિર્દેશ સામે વાંધો ઉઠાવ્યો છે. જસ્ટિસ બી.આર.ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેન્ચ આ કેસની સુનાવણી કરે તેવી શક્યતા છે. સર્વોચ્ચ અદાલત સમક્ષની તેમની અરજીમાં રાજ્ય સરકારે કહ્યું છે કે 10 એપ્રિલ, 2024ના રોજ હાઇકોર્ટના આદેશથી પોલીસ દળ સહિત સમગ્ર રાજ્ય તંત્રનું મનોબળ તૂટી ગયું છે.

આ દરમિયાન, આજે માલ્દા ઉત્તરની બેઠક ઉપર ચૂંટણી પ્રચાર દરમિયાન મમતા બેનરજી સ્થાનિક કલાકારો સાથે પરંપરાગત નૃત્ય કરતા જોવા મળ્યા હતા.

બંગાળ સરકારે અરજીમાં શું કહ્યું?

અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાઇકોર્ટે ખૂબ જ સામાન્ય આદેશમાં રાજ્યને નિર્દેશ આપ્યો છે કે તેઓ કોઈપણ માર્ગદર્શિકા વિના સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન ( CBI)ને જરૂરી સહાય પૂરી પાડે. ભલે તે PILમાં અરજદારો દ્વારા કરવામાં આવેલા આરોપો સાથે સંબંધિત ન હોય. આ સંદેશખલી વિસ્તારમાં કોઈપણ ગુનાની તપાસ કરવા માટે રાજ્ય પોલીસની સત્તાને છીનવી લેવા સમાન છે. સંદેશખલીમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓ પર હુમલાના કેસની CBI દ્વારા પહેલાથી જ તપાસ કરવામાં આવી રહી છે અને એજન્સીએ 5 જાન્યુઆરીની ઘટનાઓ સંબંધિત ત્રણ એફઆઈઆર નોંધી છે.

સીબીઆઈ 2 મેના રોજ રિપોર્ટ દાખલ કરશે

હાઈકોર્ટે સીબીઆઈને સંદેશખલીમાં મહિલાઓ સામેના ગુનાઓ અને જમીન પચાવી પાડવાના આરોપોની તપાસ કરવા અને સુનાવણીની આગામી તારીખે વ્યાપક અહેવાલ રજૂ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે. હાઇકોર્ટની બેન્ચે આ કેસને 2 મેના રોજ આગામી સુનાવણી માટે સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો અને સીબીઆઈને તે દિવસે તેનો રિપોર્ટ દાખલ કરવા જણાવ્યું હતું.

આ પણ વાંચો: બંગાળમાં ત્રણ દિવસથી લાપતા ભાજપના કાર્યકરનો મૃતદેહ મળ્યો, મમતાનો પક્ષ શંકાના ઘેરામાં

Back to top button