અમદાવાદ, 16 ઓગસ્ટ 2024, પશ્રિમ બંગાળમા મહિલા ડોકટર પર બળાત્કાર બાદ હત્યાના મુદ્દે આજે દેશ ભરના ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે અને સખત કાર્યવાહીની માંગ કરી રહ્યાં છે. ગુજરાતમાં પણ સિવિલ હોસ્પિટલોના ડોક્ટરોએ ફરજ પરથી અળગા રહીને વિરોધ નોંધાવ્યો છે. ત્યારે ભાજપ દ્વારા આ ઘટના અંગે નિવેદન આપવામાં આવ્યું છે.ભાજપે પ્રેસ કોન્ફરન્સમાં આ ઘટના સંદર્ભે કહ્યું હતું કે, પશ્ચિમ બંગાળની સરકારે જે રીતે કાર્યવાહી કરી છે તે નિંદનીય છે. ભાજપે વિપક્ષના નેતા રાહુલ ગાંધી તથા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પર ગંભીર આક્ષેપ કર્યાં છે.
પોલીસે કુદરતી મોત થયાનો FIRમા ઉલ્લેખ કર્યો
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા ગોપાલ અગ્રવાલે જણાવ્યું કે, મહિલા ડોકટર સાથે બળાત્કારની ઘટના સંદર્ભે પશ્ચિમ બંગાળની સરકારે જે રીતે કાર્યવાહી કરી છે તે નિંદનીય છે. મહિલા ટ્રેની ડોક્ટર સાથે ઘટના પછી તેમના પરિવારજનોને ફોન કરી જણાવવામા આવે છે કે તમારી દિકરીએ આત્મહત્યા કરી છે. તેમના માતા-પિતા હોસ્પિટલ આવ્યા તો તેમને ત્રણ કલાક સુઘી બેસાડી રાખવામા આવ્યા હતાં. ટ્રેની ડોકટર સાથે રેપ કરી હત્યા કરવાની ગંભીર ઘટનામા પશ્ચિમ બંગાળની પોલીસે કુદરતી મોત થયાનો FIRમા ઉલ્લેખ કર્યો છે. મહિલા ડોક્ટર સાથે આ ઘટના પછી દેશભરમા આક્રોશ જોવા મળ્યો અને કોલેજના પ્રિન્સિપાલે આ ઘટનાથી રાજીનામુ આપ્યુ અને બીજી હોસ્પિટલમા તેમને પ્રિન્સિપાલનો હોદ્દો આપવામા આવ્યો છે. આ ઘટનાના આરોપીઓને ટીમએસીના નેતાઓ અને સ્થાનિક પોલીસ સાથે સબંધ હોવાની વાત પણ બહાર આવી છે.
કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ચાર દિવસ પછી ટ્વીટ કરે છે
ગોપાલ અગ્રવાલે વધુમાં કહ્યું હતું કે, મહિલા ડોકટર હોસ્પિટલના ત્રીજા માળે સેમિનાર હોલમા વાંચન કરવા ગઇ હતી. પરંતુ તે જ સ્થળે ડોકટર બેભાન અવસ્થામા જોવા મળી હતી. મહિલા ડોકટર સાથે રેપ કરી હત્યા કરવાની ઘટનામા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અપરાધીઓને કડક સજા થાય તે પ્રયાસ કરવાની જગ્યાએ રાજનીતિ કરી રહી છે. પ્રિન્સિપાલની ઘટનામા પુછપરછ કરવામા આવી નથી અને તરત જ બીજી હોસ્પિટલમા પણ તેમની નિમણૂક કરવામા આવે છે તે દર્શાવે છે કે આ કેસમા સરકારના નેતાઓ અને પોલીસ પણ આરોપીઓને છાવરી રહી છે. વિરોઘ પક્ષ અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ચાર દિવસ પછી ટ્વીટ કરે છે જે નાના મુદ્દા પર તરત પ્રેસ કોન્ફરન્સ કરતા હોય છે.
ભાજપા મહિલા અને ડોકટરના સમર્થનમા છે
બંગાળમા આવી ગંભીર ઘટનાઓ દેશને નબળો પાડવા એક ષડયંત્રના ભાગ રૂપે કરવામા આવે છે તેમજ ભારતમા કાયદા-વ્યવસ્થાને તોડવાનુ કામ થઇ રહ્યુ છે તે દુખદ વાત છે. આરોપીઓને કડક સજા થાય એક ઉદાહરણ રૂપ સજા થવી જોઇએ જેથી કોઇ આવો મોટો અપરાધ કરવાનુ વિચારે નહી. ભારતીય જનતા પાર્ટી અને દેશભરના લોકો ઇચ્છે કે આ ગંભીર ઘટનાની જવાબદારી મમતા બેનર્જીએ લેવી જોઇએ કારણ કે તે બંગાળમા કાયદો-વ્યવસ્થા જાળવી શક્તા નથી. દેશની જનતા આ વાત સમજે અને ધર્મનિર્પક્ષતાના નામે ભારતમા ઘૂસણખોરી કરાવવામા આવી રહી છે જેનો ઉપયોગ ભારતને નબળુ કરવામા થઇ રહ્યો છે. આ ઘટનામા ભાજપા મહિલા અને ડોકટરના સમર્થનમા છે તેમની સાથે છે.
આ પણ વાંચોઃ કલકત્તામાં દુષ્કર્મ-હત્યા કેસના ગુજરાતમાં પડઘા પડ્યા, તબીબોએ ભેગા થઈ વિરોધ કર્યો