ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પશ્ચિમ બંગાળનું નામ બદલવા માગે છે મમતા બેનર્જી, જાણો શું હશે નવું નામ

Text To Speech

નવી દિલ્હી, 6 ફેબ્રુઆરી 2025: તૃણમૂલ કોંગ્રેસે મંગળવારે પશ્ચિમ બંગાળનું નામ બદલીને બાંગ્લા કરવાની માગ કરતા કહ્યું કે આ નામ રાજ્યના ઈતિહાસ અને સંસ્કૃતિને દર્શાવે છે. રાજ્યસભામાં શૂન્યકાળ દરમ્યાન આ મુદ્દાને ઉઠાવતા ટીએમસી સાંસદ રીતાબ્રત બેનર્જીએ કહ્યું કે, પશ્ચિમ બંગાળ વિધાનસભામાં જૂલાઈ 2018માં સર્વસમ્મતિથી રાજ્યનું નમ બદલવાનો પ્રસ્તાવ પારિત કર્યો હતો, પણ કેન્દ્રએ હજુ સુધી તેને મંજૂરી નથી આપી.

તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી મોદીને પત્ર લખીને કહ્યું કે, નામકરણ રાજ્યના ઈતિહાસ, સંસ્કૃતિ અને ઓળખાણ સાથે મેળ ખાય છે અને અહીંના લોકોની આકાંક્ષીને પ્રતિબિંબિત પણ કરે છે.

વર્ષ 1947 માં બંગાળને વિભાજિત કર્યુ હતું. ભારતીય ભાગને પશ્ચિમ બંગાળ કહેવાયું અને બીજા ભાગનું નામ પૂર્વી પાકિસ્તાન રાખવામાં આવ્યું. 1971માં પૂર્વી પાકિસ્તાને સ્વતંત્રતાની ઘોષણા કરી અને બાંગ્લાદેશને એક નવું રાષ્ટ્ર બનાવ્યુ. બેનર્જીએ કહ્યું કે, આજે કોઈ પૂર્વી પાકિસ્તાન નથી.

તેમણે કહ્યું કે, અમારા રાજ્યનું નામ બદલવાની જરુર છે. પશ્ચિમ બંગાળના લોકોના જનાદેશનું સમ્માન કરવાની જરુર છે. છેલ્લે 2011માં કોઈ રાજ્યનું નામ બદલાયું હતું. જ્યાં ઉડીસાનું નામ બદલીને ઓડિશા કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો નિર્ણય: અમેરિકામાં હવે આ વિભાગમાં ટ્રાંસજેન્ડર્સ પર પ્રતિબંધ લગાવી દીધો

Back to top button