મમતા બેનર્જી ઈન્ડી ગઠબંધનની 1 જૂને યોજાનાર બેઠકમાં નહીં આપે હાજરી, જાણો કારણ
- મમતા બેનર્જીએ ઈન્ડી ગઠબંધનનની બેઠકમાં હાજરી આપવાની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. ઈન્ડી ગઠબંધનનની 1 જૂને યોજાશે બેઠક
પશ્ચિમ બંગાળ, 27 મે: ઈન્ડી ગઠબંધનનની બેઠક 1 જૂનના રોજ યોજાવા જઈ રહી છે. આવી સ્થિતિમાં ઈન્ડી ગઠબંધનનથી નારાજ TMC સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ભાગ નહીં લે તેવી અટકળો લગાવવામાં આવી રહી હતી. પરંતુ હવે મમતા બેનર્જીએ પોતે આ અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. એક સભાને સંબોધતા મમતા બેનર્જીએ કહ્યું કે, ‘ઈન્ડી ગઠબંધનને પહેલા કહ્યું હતું કે તેઓ 1 જૂનના રોજ બેઠક કરશે, પરંતુ હું એ બેઠકમાં હાજરી આપી શકીશ નહીં.’
બેઠકમાં હાજર ન રહેવાનું શું કારણ?
મમતા બેનર્જીએ વધુમાં કહ્યું કે 1 જૂને યોજાનારી ઈન્ડી ગઠબંધની બેઠકમાં હું ભાગ લઈ શકીશ નહીં. કારણ કે હજુ પણ કેટલાક અન્ય રાજ્યોની જેમ અમારી ચૂંટણી પણ બાકી છે, તે થવાની છે. એક તરફ ચક્રવાત અને રાહત કેન્દ્ર સાથે હું કામ કરી રહી છું તો બીજી તરફ મારે ચૂંટણીનું પણ કામ હોય છે. આવી સ્થિતિમાં હું કેવી રીતે જઈ શકું? મારી પ્રાથમિકતા લોકોને રાહત આપવાની છે. હું અહીં સભા કરી રહી છું પરંતુ મારા વિચારો અસરગ્રસ્ત લોકો સાથે છે.
કોંગ્રેસ અધ્યક્ષે બેઠક બોલાવી
અગાઉ, સૂત્રોને ટાંકીને એવું કહેવામાં આવી રહ્યું હતું કે તૃણમૂલ કોંગ્રેસ (TMC) 1 જૂને ઈન્ડી ગઠબંધનનની બેઠકમાં હાજરી આપે તેવી શક્યતા નથી, કારણ કે આ બેઠક વર્તમાન લોકસભા ચૂંટણીના છેલ્લા તબક્કાના મતદાનના દિવસે નક્કી કરવામાં આવી છે. જેને હવે મમતાના નિવેદનથી સમર્થન મળ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ 1 જૂને બપોરે ઈન્ડી ગઠબંધનનના નેતાઓની બેઠક બોલાવી છે.
1 જૂને આ બેઠકો પર મતદાન
1 જૂને, પશ્ચિમ બંગાળની 9 બેઠકો પર મતદાન થશે, જેમાં કોલકાતાની બે બેઠકો – કોલકાતા દક્ષિણ અને કોલકાતા ઉત્તર, જે ટીએમસી માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. પશ્ચિમ બંગાળમાં, જાદવપુર, દમ દમ, બારાસત, બસીરહાટ, જયનગર, મથુરાપુર, ડાયમંડ હાર્બર, કોલકાતા દક્ષિણ અને કોલકાતા ઉત્તરમાં બેઠકના દિવસે 1 જૂને મતદાન થવાનું છે.
આ પણ વાંચો: એક્ઝિટ પોલ કેટલા સચોટ? પરિણામોની કેટલી નજીક હોઇ શકે? આવો જાણીએ