પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ રવિવારે ભાજપ પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ભાજપ જાણી જોઈને સંસદની કાર્યવાહી અટકાવી રહી છે. સીએમએ કહ્યું કે ભાજપ, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને હીરો બનાવવાનો પ્રયાસ કરી રહી છે. જો રાહુલ ગાંધી વિપક્ષના નેતા રહેશે તો પીએમ મોદીને કોઈ હરાવી શકશે નહીં.
Mamata Banerjee is speaking on the direction of the PM. PM and didi have a deal to defame the image of Rahul Gandhi and Congress. She wants to save herself from ED-CBI raids that's why she is against Congress as PM will be happy with this: Congress MP Adhir Ranjan Chowdhury pic.twitter.com/Rvh4eqD65V
— ANI (@ANI) March 20, 2023
મમતાના આ નિવેદન પર સોમવારે કોંગ્રેસના સાંસદ અધીર રાજન ચૌધરીએ કહ્યું કે મમતા સીબીઆઈ-ઈડીના દરોડાથી બચવા માંગે છે, તેમનો પ્રયાસ પીએમ મોદીને ખુશ કરવાનો છે. ચૌધરીએ કહ્યું કે મમતા મોદીજીના આદેશ પર આવું કહી રહી છે. મમતા અને પીએમ મોદી વચ્ચે સમજૂતી થઈ ગઈ છે. તેમનો ઉદ્દેશ્ય કોંગ્રેસ અને રાહુલ ગાંધીને ખતમ કરવાનો અને તેમની છબીને કલંકિત કરવાનો છે. તેમનું સૂત્ર બદલાઈ ગયું છે.
આ પણ વાંચો : નકલી PMO અધિકારી કિરણ પટેલનો મુદ્દો સંસદમાં ગુંજ્યો, શક્તિસિંહ ગોહિલે ચર્ચાની માંગ કરી !
મમતાએ વધુમાં કહ્યું કે કોંગ્રેસ વિપક્ષની બોસ નથી. પેટાચૂંટણીના પરિણામોનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે કોંગ્રેસે ટીએમસી પાસેથી સીટ છીનવી લીધી છે, બેનર્જીએ કહ્યું કે કોંગ્રેસ-સીપીઆઈ(એમ) નાપાક જોડાણ રાજ્યમાં રમત રમી રહ્યા છે. મમતાએ કહ્યું કે આગામી પંચાયત અને લોકસભાની ચૂંટણીમાં આ ગઠબંધનને હારવું પડશે. આગામી દિવસોમાં એક થઈને લડવા જણાવ્યું હતું.