ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘મા કરતા મોટું કંઈ નથી’… મમતાએ PM મોદીને કહ્યું- તમે થોડો આરામ કરો

Text To Speech

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ PM મોદીના માતા હીરાબેનને શ્રદ્ધાંજલિ આપી હતી. વંદે ભારત ટ્રેનના ઉદ્ઘાટન પ્રસંગે મમતા બેનર્જીએ PM મોદીને કહ્યું, “આદરણીય પીએમ, આજનો દિવસ તમારા માટે દુઃખદ અને મોટી ખોટ છે. હું ભગવાનને પ્રાર્થના કરું છું, ભગવાન તમને શક્તિ આપે. હું તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે પશ્ચિમ બંગાળ આવવાના હતા, પરંતુ તમારી માતાના અવસાનને કારણે તમે આવી શક્યા નહીં, પરંતુ વર્ચ્યુઅલ રીતે જોડાયા. હું કહીશ કે તમે થોડો આરામ કરો. આજે હું મારી માતાને પણ યાદ કરી રહી છું. મને ખબર નથી કે તેને કયા શબ્દોમાં વ્યક્ત કરું. તમારી માતાનું અવસાન બહુ મોટી ખોટ છે.”

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, “પીએમ મોદી તમારા માટે આજનો દિવસ ખૂબ જ દુઃખદ છે. હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે. હું તમને વિનંતી કરીશ કે આ કાર્યક્રમ ટૂંકો રાખો કારણકે તમે હમણાં જ તમારી માતાના અંતિમ સંસ્કારમાંથી આવ્યા છો. તમને જણાવી દઈએ કે, પીએમ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોલકાતા મેટ્રોની પર્પલ લાઇનના જોકા-તરતલા સેક્શનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પણ હાજર રહ્યા હતા.

Back to top button